આંદોલની કી બેટી: સેના ભલે મોટી હોય, જીત સાચા પાંડવોની જ થાય!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીસા ભારતી ફરી એક વખત ચર્ચામાં છે. ચર્ચા પાટલીપુત્ર સંસદીય ક્ષેત્ર માં તેમની ઉમેદવારીને લઇને છે. તેમના નામની ઘોષણાની સાથે જ વિરોધ શરુ થયો. અને આ વિરોધ કર્યો લાલુ પ્રસાદ ના 'હનુમાન' અને મીસા ભારતી જેને કાકા માને છે તે રામકૃપાલ યાદવે.

તેની ભનક લાગતા જ મીસા તેના કાકાને મનાવવા દિલ્લી સુધી પહોંચી ગઇ. નારાજ કાકાને મનાવવા માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની પણ વાત કરી. પરંતુ કાકા માન્યા નહીં, અને મીસા ને ખાલી હાથે દિલ્લીથી પાછુ આવવુ પડ્યુ અને ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી.

' આંદોલન કી બેટી ' ના નામથી ઓળખાતી મીસા ભારતી સાથે તેના ઘરે દૈનિક ભાસ્કર ડોટ કોમના પ્રતિનિધી રાજેશ ઓઝાએ વિશેષ વાતચીત કરી. આ પ્રસંગે મીસા ના પતિ શૈલેષ પણ હાજર હતા. મીસાએ દરેક પ્રશ્નનો જવાબ એક પરિપક્વ રાજનીતીજ્ઞ ની જેમ આપ્યો. વાંચો મીસા સાથે થયેલી વાતચીતના પ્રમુખ અંશો

પ્રશ્ન- તમારા નામની ઘોષણા સાથે જ વિરોધ શરુ થઇ ગયો છે. પાર્ટી તૂટવાની કગાર પર પહોંચી ગઇ છે ?

મીસા- ના, એવુ નથી. ક્યાંય કોઇ વિરોધ નથી. અમુક લોકો જ વિરોધ કરી રહ્યા છે. આ તે લોકો છે, જેમને ટીકીટ નથી મળી. એકાદ બે વ્યક્તિ ના આવવા કે જવાથી પાર્ટી તૂટતી નથી. અમે બહુ સારા અંતરથી જીત મેળવીશું.

રામકૃપાલે પાર્ટી કેમ છોડી દીધી ?

મીસા- પાર્ટીનો આ નિર્ણય ખોટો હોય તો તેમને વિરોધ કરવો જોઇતો હતો. પાર્ટીમાં તેઓ કોર કમિટીના સદસ્ય હતા. આ હિસાબે તેમને પાર્ટીના મંચ પર વિરોધ નોંધાવવો જોઇતો હતો. પરંતુ તેમણે એવુ ના કર્યુ. હું તેમને સમજાવવા દિલ્લી સુધી ગઇ પરંતુ તેઓ મળ્યા પણ નહીં. મજબૂરીમાં મેં પાર્ટીનો નિર્ણય માનીને ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી. કાકા (રામકૃપાલ) જણાવે કે પાર્ટી તરફથી શું ભુલ થઇ છે ? આ સીટ મારા પિતા અને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદની હતી. પછી તમેજ જણાવો કે પાર્ટીએ તેમની સાથે કેવી રીતે અન્યાય કર્યો?

આગળ વાંચો જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે ચૂંટણીમાં તેમની સામે તેમના કાકા જ મેદાનમાં હશે, તો મીસાએ શું જવાબ આપ્યો...

(તસવીર - પતિ શૈલેષ સાથે મીસા ભારતી)

તસવીર- શેખર