તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખનઉમાં મા-બાપને બંધક બનાવી સગીરા સાથે લૂંટારુઓએ કર્યો ગેંગરેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લૂંટ બાદ ગેંગરેપની ઘટના સામે આવી છે. આઠ બદમાશોએ લૂંટનો વિરોધ કરવા પર મા-બાપને નિર્દયતાથી ફટકાર્યા અને બંદૂકની અણિએ દીકરી પર ગેંગરેપ કર્યો. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે કેસ નોંધીને આ મુદ્દાની તપાસ શરૂ કરી છે.
- મળતી માહિતી મુજબ, લખનઉના થાના મોલ વિસ્તારના એક ગામમાં પીડિત તેની પત્ની અને 12 વર્ષની દીકરી સાથે રહે છે.
- સોમવારે રાત્રે આશરે એક વાગ્યે 12-13 અજાણ્યા લોકો હાથમાં લોખંડનો સળિયો લઈને ઘરમાં ઘૂસ્યા હતા.
- બદમાશોએ પત્ની સહિત બાળકોને નિર્દયતાથી ફટકારીને ઘાયલ કરી દીધાં હતાં.
- જે બાદ ઘરમાં રહેલી સગીરાને ઉઠાવીને બગીચામાં લઈ ગયા હતા.
બંધક બનાવીને કર્યો ગેંગરેપ
- અહીંયા છોકરીને બંધક બનાવીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.
- જે બાદ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
- પીડિત પરિવાર મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
- લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા બદમાશોને માત્ર બે હજાર રૂપિયા જ મળ્યા હતા.
- વિરોધ કરવા પર બદમાશોએ પીડિત પરિવારની 12 વર્ષીય દીકરીને હવસનો શિકાર બનાવી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, આઈજીએ શું કહ્યું
અન્ય સમાચારો પણ છે...