તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયસન્સની વેલિડિટિ જાળવવા મોદીના મંત્રી રુડી ઉડાવશે પ્લેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડી ટૂંક સમયમાં જ કોમર્શિયલ એરલાઈન્સમાં પ્લેન ઉડાવશે. તેમને બે એરલાઈન્સ તરફથી માનદ પાઈટલ તરીકેની ઓફર મળી છે. જોકે, આ રીતે તેઓ લાઈસન્સની વેલિડિટિ જાળવી રાખવા માગે છે. લાઈસન્સને વેલિડ રાખવા માટે ઉડાવશે પ્લેન...
- સંસદીય રાજ્ય મંત્રી રુડી એક ટ્રેન્ડ પાઈલટ છે. તેમને એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સ તરફથી માનદ પાઈલટની ઓફર આપવામાં આવી છે.
- માનદ પાઈલટ તરીકે એટલે તેના પૈસા આપવામાં નહીં આવે, પરંતુ તેઓ કોઈક સમયે ફ્લાઈટ ઉડાવી શકશે.
- રુડીએ ફ્લોરિડામાં 2007માં પાઈલટ બનવાની ટ્રેનિંગ લીધી હતી.
- તેઓ એરબેઝ A 320 પ્લેન ઉડાવી ચૂક્યા છે.
- આવુ પ્રથમ વખત થશે કે કોઈ મિનિસ્ટર પ્લેન ઉડાવશે.
- 5 વર્ષ પહેલાં પણ તેઓ ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાવી ચૂક્યા છે.
- રુડીના જણાવ્યા પ્રમાણે, તેમનુ લાઈસન્સ રદ થવા આવ્યું છે. મને એર ઈન્ડિયા અને ઈન્ડિગો તરફથી ઓફર લેટર મળી ચૂક્યાં છે.
- તેથી જો હું મારુ લાઈસન્સ ચાલુ રાખવા માગતો હોઉં તો તેના માટે મારે પ્લેન ઉડાડવુ પડશે.
- ટૂંક સમયમાં જ હું બે માંથી એક ઓફર પસંદ કરી લઈશ.
કોમર્શિયલ પાઈલટ માટે શું જરૂરી હોય છે

- પાઈલટ માટે ચોક્કસ એક કલાક સુધી પ્લેન ઉડાડવાનો અનુભવ જરૂરી હોય છે. તે સાથે જ તેનું કોમર્શિયલ પાઈલટ લાઈસન્સ પણ વેલિડ હોવુ જરૂરી છે.
કોની પસંદગી કરી શકે છે રુડી?

- રુડી પાસે પ્લેન ઉડાવવાનો પુરતો અનુભવ છે.
- A 320 પ્લેન ભારતીયોની પસંદનું રહ્યું છે. તેમાં જ રુડીએ ટ્રેનિંગ પણ લીધેલી છે.
- ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સ છે. ઈન્ડિંગો પાસે 19, વિસ્તાર પાસે 9 અને એરએશિયા ઈન્ડિયા પાસે 6 ફ્લાઈટ્સ છે.
- રુડી ઈન્ડિગોની ઓફર માની શકે છે. તેઓ પહેલા પણ એર લાઈન્સને તેમની માનદ સેવા આપી ચૂક્યાં છે.
અટલ સરકારમાં હતા એવિયેશન મિનિસ્ટર
- પાઈલટ હોવાની સાથે રુડી અટલ બીહારી વાજપેયીની સરકારમાં એવિયેશન મિનિસ્ટર હતા.
- તેમની પત્ની નીલમ ઈન્ડિયન્સ એરલાઈન્સની સહાયક એલાંયસ એરમાં સીનિયર કેબિન ક્રૂ રહી ચૂકી છે. તે સમયે રુડી એવિયેશન મિનિસ્ટર હતાં.
- રુડી એકલા એવા સાસંદ છે જે પ્લેન ઉડાવે છે.
- પૂર્વ પીએમ રાજીવ ગાંધી પણ પાઈલટ હતા. રાજકારણમાં આવ્યા પછી તેમણે નોકરી છોડી દીધી હતી.
આગળની સ્લાઈડમાં જુઓ પ્રતાપ રુડીની પાઈલટ તરીકેની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...