પ્રેમમાં પાગલ પતિએ ઘરની છત પર જ બનાવ્યો તાજમહેલ: જુઓ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુરાદાબાદ: સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમીશન (CIC)એ સરકારને પૂછ્યું કે તાજમહેલ મકબરો છે કે શિવ મંદીર. તાજનો ઈતિહાસ જાણવા માટે એક આ પ્રમાણેની એક આરટીઆઈ કમિશન પાસે પહોંચી છે. આગરા જ નહીં યુપીના પણ મુરાદાબાદ જિલ્લામાં એક તાજમહેલ આવેલો છે. તેને મિની તાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તાજ પણ એક વ્યક્તિ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોવાથી તેની યાદમાં બનાવ્યો છે. 
 
આ કારણથી બનાવ્યો મિની તાજ

- મુરાદાબાદ જિલ્લામાં આગરા હાઈવે પર એક જગ્યા આવેલી છે તેનું નામ કુંદરકી છે. અહીં રહેતા છિદ્દાએ તેના ઘરની છત પર તાજમહેલ બંધાવ્યો છે. છિદ્દા હવે આ દુનિયામાં નથી. 2003માં તેનું નિધન થઈ ગયું હતું. તેમના પૌત્ર હાજી મોહમ્મદ યુનુસે તેના દાદા દ્વારા બનાવવામાં આવેલા આ તાજમહેલ વિશે માહિતી આપી હતી.
- મોહમ્મદ યુનુસના જણાવ્યા પ્રમાણે દાદા છિદ્દા દાદી સુલતાના બેગમને ખૂબ પ્રેમ કરતા હતા. દાદા વર્ષ 1967માં આગરા તાજમહેલ જોવા માટે ગયા હતા. ત્યાથી જેઓ ત્યારે પાછા ફર્યા ત્યારે તેમણે દાદીને પણ આવી કોઈક યાદગાર ગિફ્ટ આપવાની વાત કરી હતી.
- છિદ્દા હુસેનના પૌત્ર મોહમ્મદ યુનુસે જણાવ્યું કે, લગ્નના અમુક વર્ષો પછી જ દાદી સુલતાના બેગમનું નિધન થઈ ગયું હતું. પરંતુ તેમના નિધનના એક વર્ષ પહેલાં જ 1968માં દાદાએ મિની તાજમહેલનું બાંધકામ શરૂ કરી દીધું હતું. મિની તાજમહેલ બનાવવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
 
મિની તાજમહેલના નામથી ઓળખાવા લાગ્યો વિસ્તાર

- છિદ્દાએ જે તાજ મહેલ બનાવડાવ્યો તે આજે આ વિસ્તારની ઓળખ બની ગયો છે. જે સોસાયટીમાં આ બન્યો છે તેને આજે હવે તાજ મહેલ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે.
- એટલું જ નહીં કુંદરકીમાં બસ સ્ટોપ પણ તાજ મહેલના નામથી બનાવવામાં આવ્યું છે. કુંદરકીમાં ઉતરવા માટે મુસાફરો તાજ મહેલનું નામ લે છે. આ ઈમારત કુંદરકી ખંડ વિકાસ અધિકારી કાર્યાલયની સામે જ બનાવવામાં આવી છે.
- મોહમ્મદ યુનુસના જણાવ્યા પ્રમાણે દુર દુરથી લોકો આ ઈમારતનું નામ સાંભળીને તેને જોવા માટે આવે છે. બસમાં મુસાફરી કરતા લોકો અહીં બસ રોકાય છે તો તેના ફોટા પાડવા લાગે છે. 
- અમને અંદાજ નહતો કે દાદાની આ ગિફ્ટ આટલી પ્રખ્યાત થઈ જશે. દાદા-દાદીનું ઘણાં વર્ષો પહેલાં નિધન થઈ ગયું છે પરંતુ આજે તેમની આ નિશાની અમારી વચ્ચે જીવતી છે.
- સ્થાનિક અસલમનું કહેવું છે કે, આવા લોકો બહુ ઓછા જોવા મળે છે કે તેઓ તેમની પ્રેમની નિશાનીને યાદગાર બનાવી દે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ મીનિ તાજમહેલની તસવીરો
અન્ય સમાચારો પણ છે...