સેના પર થઈ રહ્યું છે રાજકારણ, તેની પર લગામ લાગેઃ રાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું, રાજકારણથી દૂર રહીને જ આર્મી સારુ કામ કરી શકે - Divya Bhaskar
આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું, રાજકારણથી દૂર રહીને જ આર્મી સારુ કામ કરી શકે

નવી દિલ્હી: આર્મી ચીફ બિપિન રાવતનું કહેવું છે કે, આર્મ્ડ ફોર્સ અને મિલિટ્રીમાં રાજકારણ દખલ દેતુ જોવા મળી રહ્યું છે. એટલે કોઈ પણ રીતે આપણે તેનાથી દૂર રહેવું જોઈએ. આર્મી ચીફે એવુ કહ્યું, પહેલાના દિવસોમાં એક નિયમ હતો કે, ફોર્સમાં મહિલાઓ અને રાજકારણ વિશે કદી ચર્ચા ન કરવી જોઈએ. પરંતુ હવે અમારી વાતચીતમાં ધીમે ધીમે આ મુદ્દાઓ ઘુસી રહ્યા છે અને તેનાથી આપણે દૂર રહેવું જોઈએ.  

અમે મિલેટ્રીનું રાજનીતિકરણ જોયુ છે

- બિપિન રાવતનું કહેવું છે કે, પહેલાં અમે જોયુ કે મિલેટ્રીમાં રાજકારણ તેની જગ્યા બનાવી રહ્યું છે. મને લાગે છે કે, અમે બહુ ધર્મનિરપેક્ષ માહોલમાં ઓપરેટ કરીએ છીએ. અમારા લોકતંત્રમાં બહુ જ વિવિધતા છે. જ્યાં મિલેટ્રીએ રાજકારણથી દૂર રહેવું જોઈએ.
- સેના પ્રમુખે કહ્યું, સેના બહુ જ ધર્મનિરપેક્ષ રીતે કામ કરે છે. આપણો દેશ લોકતાંત્રિક છે. અમે દેશના રાજકારણમાં હસ્તક્ષેપ ન કરીએ તેવી આશા રાખવામાં આવે છે. પરંતુ દેશના સૈન્યમાં રાજકારણ થતું રહે છે. જો દેશના સુરક્ષાબળ રાજકારાણથી દૂર રહે તો તે સારી રીતે કામ કરી શકશે.
 

રાજકારણથી દૂર રહીને જ સારુ કામ કરે છે મિલેટ્રી

-આર્મી ચીફે કહ્યું, ક્યારે પણ અને કોઈ પણ વિષયમાં જ્યારે રાજનીતિ અથવા તેના પર્સનલને જોડવામા આવે ત્યારે તેનાથી દૂર રહેવુ જોઈએ. આર્મી ત્યારે જ સારુ કામ કરી શકે છે, જ્યારે તે દેશના રાજકારણમાં દખલગીરી ન કરી શકે.
 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

અન્ય સમાચારો પણ છે...