• Gujarati News
  • Militants Attack BSF Vehicle In Pulwama District Of Kashmir, Six Personnel Injured: Police

કાશ્મીર: પુલવામા જિલ્લામાં BSFનાં વાહન પર આતંકવાદી હુમલો, છ જવાન ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો- બીએસએફની કાર પર આતંકવાદીઓએ વરસાવેલી ગોળીઓનાં નિશાન)
પુલવામાઃ કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં બીએસએફનાં પેટ્રોલિંગ વાહન પર આજે આતંકવાદીઓ ત્રાટક્યા હતા, જેમાં બીએસએફનાં બે જવાન શહીદ થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે, તેમ પોલીસે જણાવ્યું છે. શ્રીનગરથી 33 કિમી દૂર આવેલા અવંતીપોરા ઇન્ડિયન એર ફોર્સનાં એરફીલ્ડની બહાર આતંકવાદીઓએ ભારે ગોળીબાર કરતા આ હુમલો કર્યો હતો.
હજું સુધી કોઇ હુમલાખોરોને પકડી શકાયા નથી. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આસપાસનાં વિસ્તારોમાં આતંકવાદીઓને શોધવાનું કામ આદરી દીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બારામુલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓનાં ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 4 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
અધિકારીઓનું કહેવું છે કે બીએસએફનાં જવાન જ્યુટી બદલી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારો વડે હુમલો કર્યો હતો. જવાનો મિલિટ્રીની જિપ્સી પર સવાર હતા. હુમલા પછી તરત ત્યાં હાજર બીએસએફનાં અન્ય જવાનોએ કાર્યવાહી કરતા આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા.