ભારતને રશિયાના 48 હેલિકોપ્ટર્સ વર્ષના અંત સુધીમાં મળી શકે છે, 4 વર્ષ જૂની ડીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોસ્કોઃ રશિયા આ વર્ષના અંત સુધીમાં  ભારતને 48 Mi-17 હેલિકોપ્ટર આપી શકે છે. આ માટે ભારત અને રશિયા વચ્ચે સતત વાતચીત થઈ રહી છે. 2012-13 દરમિયાન આ ડીલ થઈ હતી. હાઈ ટેકનોલોજીથી સજ્જ આ ચોપરનો ઉપયોગ મિલિટ્રી ટ્રાંસપોર્ટ માટે કરવામાં આવે છે. રશિયાના ટોપ ઓફિસર્સે આ વાત કરી છે.
 
ભારતની પાસે હાલ 300 હેલિકોપ્ટર
 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ રશિયા આર્મ્સ સપ્લાયર રોસોબોરોન એકસ્પોર્ટના સીઈઓ એલેકઝાન્ડર મિખીવે કહ્યું કે, “ ભારતની પાસે હાલના સમયમાં Mi-8 અને Mi-17 ફેમિલીના 300 હેલિકોપ્ટર છે. જેનો ઉપયોગ તેઓ સેનાના ડિપ્લોયમેન્ટ, પેટ્રોલિંગ, સર્ચિગ, રેસ્ક્યૂ અને મિલિટ્રી ટ્રાંસપોર્ટ માટે કરે છે. ભારત પોતાની જરૂરિયાતને સારી રીતે જાણે છે.” મિખીવ દ્વારા આ વાત રશિયાના એર શો દરમિયાન કરવામાં આવી હતી.
- મિખીવની વાત માનવામાં આવે તો ભારત અને રશિયા વચ્ચે 48 Mi-17V-5 હેલિકોપ્ટરને લઈને વાતચીત ચાલી રહી છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આ ડીલ થઈ જશે.
- ગત વર્ષે રશિયાએ ભારતને એક જૂની ડીલ અંતર્ગત 3 Mi-17V-5 હેલિકોપ્ટર આપ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...