તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાલય: વિધાનસભામાં પશુઓના વેચાણ પર પ્રતિબંધ વિરુદ્ધનો ઠરાવ પસાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘાલય: મેઘાલયની સરકારે કેન્દ્રના પશુવેચાણ પર પ્રતિબંધના કાયદાનો વિરોધ કર્યો છે અને રાજ્યની વિધાનસભામાં પશુઓના વેચાણ પર પ્રતિબંધ વિરુદ્ધનો ઠરાવ પસાર કર્યો છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો આ આદેશ સામાજિક અધિકારોને નુકસાન પહોંચાડે છે.
 
મારવાના ઉદ્દેશ્યથી જાનવરોના ખરીદ-વેચાણ પર કેન્દ્રની રોક
 
- સરકારે કતલખાનાઓ માટે પશુઓના ખરીદ-વેચાણ પર નોટિફિકેશન જાહેર કરીને રોક લગાવી હતી.
- 26 મેના રોજ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને મોદી સરકારના નિર્ણય વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે ખરીદનાર અને વેચાણ કરનારાઓએ એવું નિશ્ચિત કરવું પડશે કે ઢોરોને મારવામાં નહીં આવે. તેઓએ કહ્યું કે નવા નિયમનો ઉદ્દેશ્ય એનિમલ માર્કેટ અને ઢોરોના વેચાણ પર કન્ટ્રોલ કરવાનો છે.
 
કેન્દ્રનો નિર્ણય અયોગ્યઃ મમતા
 
- પશુઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારના આ નિર્ણયને માનતા નથી. આ ગેરબંધારણીય છે. અમે તેને કોર્ટમાં પડકારીશું. કતલ માટે પશુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવો એ રાજ્યની સત્તા પર તરાપ સમાન છે. આ ગેરવ્યાજબી છે.
 
પશુઓના વેચાણ પર બેન બાદ ચેન્નાઇ IIT  સ્ટુડન્ટ્સે યોજ્યો 'બીફ ફેસ્ટ'
 
- પ્રતિબંધ પછી રવિવારે રાતે IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી), મદ્રાસના સ્ટુડન્ટ્સે ‘બીફ ફેસ્ટ’ યોજ્યો હતો, જેમાં આશરે 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
- અહીં તેમણે, કતલ માટે પશુઓના વેચાણ પણ કેન્દ્ર સરકારે મુકેલા પ્રતિબંધની ચર્ચા પણ કરી હતી. તમિલનાડુમાં બીફ (ગૌમાંસ) ઉપર પ્રતિબંધ નથી.
 
યુથ કોંગ્રસ કાર્યકર્તાઓએ જાહેરમાં કરેલું બળદનું કતલ
 
- નવા કેન્દ્રીય નિયમની દક્ષિણ ભારતમાં ટીકાઓ થઇ હતી અને ખાસ કરીને કેરળમાં, જ્યાં કેટલાંક યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગયા સપ્તાહના અંતમાં એક બળદનું જાહેરમાં કતલ કર્યા પછી મોટો વિવાદ શરૂ થયો હતો.
- કોંગ્રેસે તાત્કાલિક તે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા હતા અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટનાની આકરી ટીકા કરી હતી. તેમણે આ ઘટનાને અવિચારી અને ક્રૂર ગણાવી હતી.
- ડાબેરીઓના નેતૃત્વવાળી કેરળ સરકારે કેન્દ્રના આ નિયમનો વિરોધ કર્યો હતો. સેન્ટ્રલ નોટિફિકેશન જાહેર થયું તે પછી CPMએ આખા કેરળમાં 300થી પણ વધુ ‘બીફ ફેસ્ટિવલ’ આયોજિત કર્યા હતા, જ્યાં ખુલ્લેઆમ રાંધેલું ગૌમાંસ પીરસવામાં આવ્યું હતું.
- આ પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને પીએમ નરેન્દ્ર મોદીને લખ્યું હતું કે કેન્દ્રનો નિર્ણય રાજ્યના હકોની બાબતમાં દરમિયાનગીરી કરે છે.
- તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોને પોતાની પસંદગીનું ભોજન કરવા માટે તમામ સુવિધાઓ આપશે. કેરળવાસીઓ માટે અમારે દિલ્હી (કેન્દ્ર સરકાર) કે નાગપુર (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડ ક્વાર્ટર)થી શીખ લેવાની કોઈ જરૂર નથી.
- આ મુદ્દા પર ચર્ચા કરવા માટે કેરળે ટુંક સમયમાં ઓલ પાર્ટી મીટિંગ બોલાવવાની યોજના કરી છે. તેના કૃષિમંત્રી વી. સુનીલકુમારે ન્યુઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે એક વિકલ્પ તરીકે તેઓ કેન્દ્રના આ આદેશને કોર્ટમાં પડકારી શકે છે.
અન્ય સમાચારો પણ છે...