તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ટોરેન્ટમાં RAID, નજારો જોઈ પોલીસ પણ રહી ગઈ SHOCKED

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેરઠઃ યુપીમાં યોગી સરકાર બન્યા બાદ પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. રાજ્યમાં ઠેર-ઠેર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મંગળવારે પોલીસે મેરઠની હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ ઝુંબેશ હાથ હરી. આ દરમિયાન એક હોટલમાં ઝૂમરના બદલે શરાબની બોટલો લટકતી હતી. પોલીસને જોતાં જ હોટલમાં મોજ કરી રહેલા કસ્ટમર મોં છુપાવીને ભાગવા લાગ્યા. એક રેસ્ટોરેન્ટના હુક્કાબારમાંથી મળેલા સામાનના સેમ્પલ લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
 
શું છે મામલો
 
- શહેરના અબૂલેન સ્થિત એક રેસ્ટોરેન્ટમાં ચાલી રહેલા હુક્કા બારમાં પોલીસે ચેકિંગ કર્યું. પોલીસને જોતાં જ ત્યાં બેઠેલા કસ્ટમર મોં છુપાવીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયા.
- રેસ્ટોરન્ટમાં ઈન્ટીરિયર ડેકોરેશન શરાબની ખાલી બોટલોથી કરવામાં આવ્યું હતું.
- છતમાં ઝૂમરના બદલે શરાબની ખાલી બોટલોમાં લાઈટ જોઈને પોલીસ પણ હેરાન રહી ગઈ.
- પોલીસે હુક્કાબારમાં જે ફ્લેવર મળતી હતી તેની મંજૂરી હતી કે નહીં તેની તપાસ શરૂ કરી દીધી છે.
 
હોટલોમાં જોવા મળી અનિયમિતતા
 
- ચેકિંગ દરમિયાન હોટલમાં અનેક અનિયમિતતા જોવા મળી.
- મોટાભાગીની હોટલોમાં રજિસ્ટર મેંટેન થથું નહોતું. હોટલોમાં રોકાયેલા લોકોના આઈડી પણ જમા નહોતા કર્યા.
- પોલીસે હોટલના સ્ટાફને રોકાયેલા તમામ લોકોનો પૂરો રેકોર્ડ રાખવાનો આદેશ આપ્યો.
- ઈન્સ્પેક્ટર સદર બજાર પંકજ પંતનું કહેવું છે કે હાલ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. જો તપાસમાં ગડબડ જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો