હરિદ્વારમાં પુરોહિત અને મીડિયા શોધતા રહ્યાં પણ ન મળ્યા જશોદાબેન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતીઓના ઉતરવા માટેની જગ્યાઓ પર પર ફરી વળ્યા છતાં 'કોઈ' ન મળ્યું
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનને તા. 28મી એપ્રિલે હરિદ્વારમાં પહોંચાડવાની અટકળો બાદ સોમવારે આખો દિવસ પુરોહિતો અને મીડિયાએ તેમને અહીં શોધ્યા હતા, જો કે તેમને સફળતા મળી ન હતી. મીડિયા ઉપરાંત પુરોહિતો જશોદાબેનને રેલવે સ્ટેશને શોધતા રહ્યાં હતા.
...એટલે અટકળને મળ્યો વેગ
સોમવારે મોટી સંખ્યામાં ગુજરાતી તીર્થયાત્રિકો હરિદ્વાર પહોંચ્યા હતા, પરંતુ તેમાં જશોદાબેન ન હતા. જે આશ્રમો ગુજરાતી તીર્થયાત્રિકો માટે 'હોટફેવરિટ' છે, તેની ઉપર પણ નજર રાખવામાં આવી હતી. કચ્છી આશ્રમ, સમન્વય કુટરિ, શાંતિ ગુજરાતી ભવનના મેનેજરોના કહેવા પ્રમાણે, કેટલાક મુસાફરો તા. 28મીએ આવી ગયા, તો બાકી કેટલાક તા. 29મીએ આવશે. આગામી દિવસોમાં જે કોઈ દળો આવશે, તેની ઉપર નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ખાતે મોદીએ ઉમેદવારી કરી હતી. આથી જશોદાબેન ચર્ચામાં આવ્યા હતા. સૂત્રોના હવાલાથી એવી માહિતી સામે આવી હતી કે, તેઓ ચારધામની યાત્રા પર છે. ઉપરાંત અંગ્રેજી અખબાર ધ વીકે કહ્યું હતું કે, તો ઉત્તરાખંડમાં બાબા રામદેવના આશ્રમમાં ઉતર્યાં છે.
ધ વીકના અહેવાલ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.