6 હજાર Kg ફૂલોથી કૃષ્ણ ભક્તોએ રમી હોળી, મયૂર નૃત્યના જુઓ PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મથુરાઃ તમે રંગો સાથે હોળી રમી હશે, પરંતુ શ્રીકૃષ્ણના જન્મસ્થાન પર હજારો લોકોએ ફૂલો સાથે હોળી રમી. સતત એક કલાક સુધી 6 હજાર કિલો ફૂલોનો વરસાદ થતો રહ્યો. આ દરમિયાન મયૂર નૃત્ય પણ થતો રહ્યો. જ્યારે ફૂલ લોકોને સ્પર્શ કરતા તો તેઓ પોતાને ધન્ય મહેસુસ કરતા હતા.
 
- તેના પછી લાલ, સફેદ, ગુલાબી અને પીળા રંગના ફૂલો સાથે લોકો હોળી રમવા લાગ્યાં. લોકો જમીન પર પડી રહેલા ફૂલોને ઉપાડતા અને આકાશમાં ફેંકી દેતા.
- આ દરમિયાન મંચ પર રાધા તથા કૃષ્ણના સ્વરૂપ નૃત્ય કરતા રહ્યા. ભીડ તેમની તરફ જવા માટે વ્યાકુળ થઈ ગઈ.
- સુરક્ષાકર્મીઓને ધક્કા આપતી ભીડ મંચ સુધી પહોંચી ગઈ. તેના પછી ત્યાંના કાર્યકર્તાઓએ લોકોને ત્યાંથી દૂર કર્યાં.
 
મયૂર નૃત્ય જોઈને ઝૂમી ઉઠી ભીડ
 
- મયૂર નૃત્યએ લોકોને કૃષ્ણ અને રાધાના સમયમાં પહોંચાડી દીધા. મોર અને ઢેલના રૂપમાં કૃષ્ણ તથા રાધાના સ્વરૂપ મંચ પર પહોંચ્યા તો લોકોએ જોરદાર તાળીઓ સાથે તેમનું સ્વાગત કર્યું.
- તેના પછી આશરે એક કલાક સુધી લોકો ભક્તિના રંગમાં રંગાઈ ગયા. રસિયા ગીતની સાથે આ નૃત્ય ચાલી રહ્યું હતું.
- મંચ પર મયૂર નૃત્યમાં ઝાંઝ, ઢોલ, હારમોનિયમ પર કલાકારોએ કાર્યક્રમ પ્રસ્તુત કરી માહોલ બાંધી દીધો.
- આ નૃત્યમાં રાધા-કૃષ્ણની સુંદર લીલાઓ દર્શાવવામાં આવી. તમામ કલાકારોએ મોર પંખથી બનેલા વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમને જોઈને બધા જ ભક્તિના રંગમાં રંગાઈ ગયા.
 
મયૂર નૃત્યનો ધાર્મિક ઈતિહાસ
 
-બરસાનાના ગુહવર વનમાં રાધા મોર જોવા આવતી હતી. એક સમયે કૃષ્ણએ લીલા દેખાડી અને બધા મોર ગાયબ થઈ ગયા. આ દરમિયાન રાધા પરેશાન થઈ ગઈ.
- ત્યારે કૃષ્ણએ સ્વયં મોરનું રૂપ ધારણ કર્યું અને નૃત્ય કરવા લાગ્યા. તેમની સાથે રાધા પણ મોરનો નૃત્ય કરવા લાગી. ત્યારે જ આ મયૂર નૃત્યની શરૂઆત થઈ.
- ભીડથી ભરેલા આ પ્રસંગના ઉદ્ધાટન પછી મયૂર નૃત્યે લોકોને કૃષ્ણ અને રાધાના સમયમાં પહોંચાડી દીધા.
- મોર અને ઢેલના રૂપમમાં કૃષ્ણ તથા રાધા સ્વરૂપનો ડાંસ જોઈને તાળીઓ ગૂંજી ઉઠી. આશરે એક કલાક સુધી લોકો ભક્તિમય થઈ ગયા. રસિયા ગીત ગીતની સાથે આ નૃત્ય ચાલતો રહ્યો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ અન્ય ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...