વર્કિંગ વુમન્સને મળશે 26 વીકની મેટરનિટી લીવ, સંસદમાં પાસ થયું નવું બિલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. ગુરુવારે પ્રેગ્નન્ટ મહિલાઓને મેટરનિટી લીવ સાથે જોડાયેલા સંશોધિત બિલ સંસદમાં પાસ થયું. તે મુજબ, પહેલા બાળકો માટે 26 અઠવાડિયાની મેટરનિટી લીવ મળશે જે પહેલા 12 અઠવાડિયા હતી. ત્રીજા કે ત્યારબાદના બાળકો માટે નવા નિયમોમાં ફાયદો નહીં મળી શકે. તેના કારણે દેશની 18 લાખ વર્કિંગ વુમન્સને ફાયદો થશે. નિયમોને ન માનવા પર ઈમ્પ્લોયર્સને 3થી 6 મહિનાની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ થઈ શકે છે.  
 
ભારત દુનિયામાં આવ્યું ત્રીજા નંબરે

- નવો નિયમ 10 કે તેથી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓ પર લાગુ પડશે. પહેલા બે બાળકો માટે 24 અઠવાડિયા અને તેથી વધુ માટે 12 અઠવાડિયાની મેટરનિટી લીવ મહિલા કર્મચારીને મળશે.
- મેટરનિટી બેનિફિટ (અમેન્ડમેન્ટ) બિલ, 2016 ગયા વર્ષે ઓગસ્તમાં રાજ્યસભામાં પાસ થયા બાદ તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 4 કલાકની ચર્ચા બાદ આ બિલ પાસ થઈ ગયું.  
- હવે ભારત સૌથી વધુ મેટરનિટી લીવ આપનારા દેશોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. પહેલા નંબર પર કેનેડામાં 55 અને નોર્વેમાં 44 અઠવાડિયાની રજા પ્રેગ્નન્સી દરમિયાન આપવામાં આવે છે.
- મહત્વપૂર્ણ છે કે, મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961 મુજબ, દેશની દરેક કામકરતી મહિલાને પ્રેગનન્સી દરમિયાન બાળકોની દેખરેખ માટે રજા મળે છે. આ દરમિયાન તેને પૂરી સેલરી આપવાનો નિયમ છે.
 
મહિલાઓને વુમન્સ ડે પર ગિફ્ટ
 
- લેબર મિનિસ્ટર બંડારુ દત્તાત્રેયે કહ્યું કે જૂના નિયમોને બદલતા સરકારે પ્રેગનન્ટ મહિલાઓને વધુ ફાયદો અને આરામ આપવાનો પ્રયાસ કર્યો છે. વુમન્સ ડેના અવસરે આ તેમના માટે મારી ગિફ્ટ છે.
- લોકસભામાં ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ મહિલાઓની સાથે પુરુષોને પણ પેટરનિટી લીવ આપવાની માગ કરી. તેની પાછળ તર્ક હતો કે આજકાલ મોટાભાગના બાળકે એવા પરિવારમાં જન્મે લે છે જ્યાં પતિ-પત્ની એકલા રહે છે. જેથી તેમની દેખભાળ ઘણીવાર ઠીક નથી થઈ શકતી.
 
બિલમાં બીજું શું ખાસ છે?

- કાયદાકિય રીતે 3 મહિનાથી ઉંમરના બાળકને દત્તક લેનારી અને સરોગેટ માતાને પણ 12 અઠવાડિયાની રજા આપવાની વાત કહેવામાં આવી છે.
- 50થી વધુ કર્મચારીવાળી ઓફિસની આસપાસ ક્રેચની સગવડ હોવી જોઈએ. કોઈ મહિલા દિવસમાં 4 વખત બાળકને મળવા ક્રેચ જઈ શકે છે.
- મહિલા ઈચ્છે તો મેટરનિટી લીવ પૂરી થયા બાદ ઘરથી પણ કામ કરવાની અરજી આપી શકે છે. તે કંપનીના કામના નેચરને આધારે નક્કી કરી શકાય છે.
 
સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...