તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નના 21 દિવસ બાદ શહીદ થયો પતિ, પત્નીની ચીસો સાંભળીને કંપી ઉઠ્યું કાળજું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખગડિયા. સોમવારે થયેલા નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ સૈનિકી પત્ની પ્રિયા લગ્નના 21 દિવસ બાદ જ વિધવા થઈ ગઈ છે. સોમવારે તેના પતિ દિવાકરની જ્યારે ઔરંગાબાદ અને ગયાના સીમાવર્તી જંગલમાં નક્સલવાદી સાથે થયેલી અથડામણમાં શહીદ થયાના સમચાર આવ્યા, તો પ્રિયાની ચીસો સાંભળીને લોકોનું કાળજું કંપી ઉઠ્યું હતું. તે વારંવાર તેના નસીબનો વાંક કાઢી રહી હતી, જેણે તેના હાથની મહેંદી જાય તે પહેલા જ તેના સુહાગને છીનવી લીધો.
શું કહીને ગયો હતો શહીદ સૈનિક તેની નવી નવેલીને પત્નીને

પ્રિયાની ચીસો સાંભળીને ગામના લોકોનું કાળજું કંપી ઉઠ્યું હતું. ક્યારેક તે તેના નશીબનો વાંક કાઢતી તો ક્યારેક કહેતી કે તેના વગર કેવી રીતે જીવી શકશે. ગામની મહિલાઓએ તેને શાંત કરી રહી હતી, પરંતુ તેઓને પણ ખબર છે કે તેને એવું દુઃખ આપ્યું છે, જેનાથી તેનું આખું જીંદગી ખાખમાં પરિવર્તિત થઈ ગયું છે. લગ્ન બાદ દિવાકર ફરજ પર પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે તેની પત્ની પ્રિયાને કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં રજાઓ લઈને આવશે અને તેને ક્યાંક ફરવા લઈ જશે.
ન રહ્યો વૃદ્ધાવસ્થાનો સહારો

યુવાન દિકરાના મોતથી તનુકલાલ તિવારી આઘાતમાં છે. રડતા-રડતા તે ઘણી વાર બેભાન થઈ ગયા હતા. ગામના લોકો તેમને સંભાળી રહ્યા હતા. તનુકલાલ કહે છે કે, યુવાન દિકરો તો જતો રહ્યો હવે તેમની ચાર દિકરીઓના લગ્ન કેવી રીતે થશે. વૃદ્ધાવસ્થામાં કોણ તેનો સહારો બનશે.
શહીદ સૈનિકોનાં નામ

અનિલ કુમાર-બક્સર-બિહાર
રવિ કુમાર-સીવાન-બિહાર
દિવાકર-ખાગરિયા-બિહાર
દીપક ઘોષ અને પલ્લાસ મંડોલ-પશ્ચિમ બંગાળ
મનોજ કુમાર-મધ્ય પ્રદેશ
ઓપેન્દ્ર સિંહ-મણિપુર
હરવિંદર પવાર અને સિનોદ કુમાર-યુપી
રમેશ કુમાર-પંજાબ
ઈજાગ્રસ્તોનાં નામ

ડીએસ રાવ-આંધ્ર પ્રદેશ
મિથુન ગોસ્વામી-બિહાર
ઉદય ભાન સિંહ, રવિશંકર યાદવ, પંચમ યાદવ
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો