• Gujarati News
  • To Pay Tribute To APJ Abdul Kalam, Marshal Of Air Force 96 Years Old Arjan Singh Arrived On Wheelchair

વ્હીલચેર પર આવ્યા એરમાર્શલ, કલામને જોઈ ઉભા થઈ આપી છેલ્લી સલામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: પાલમ એરપોર્ટ પર ડો. કલામના અંતિમ દર્શન માટે રાષ્ટ્રપતિ અને પીએમ આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ દર્શન સમયે એવી ક્ષણ હતી જ્યારે કાંપતા હાથે કલામને છેલ્લી સલામ આપી રહેલા એક યોદ્ધા પર ચોંટી રહી હતી. માર્શલ ઓફ એરફોર્સ અર્જન સિંહ, તેમની ઉંમર 96 વર્ષ છે. તેમને અંતિમ દર્શન માટે વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા. તેઓ કલામના પાર્થિવ દેહ સુધી ચાલીને ગયા હતા. પહોંચીને તેમણે બિલકુલ એક યોદ્ધાને શોભે એ રીતે સલામ મારી હતી. આ પહેલા માણેકશા અને કે એમ કરિયપ્પાને ફિલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી હતી.
આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો