મંગળયાનનો પરિક્રમા પથ વિસ્તારવામાં આવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થઇ ગયેલા મંગળયાનના પરિક્રમા પથને વિસ્તારવામાં આવ્યો છે. પીએસએલવી સી-૨પનું ઓર્બિ‌ટ રેઝિંગ ઓપરેશન બુધવાર અને ગુરુવાર વચ્ચેની રાત્રે ૧-૧૭ વાગે થયું. રોકેટમાં લાગેલા ૪૪૦ ન્યૂટોન લિક્વિડ એન્જિનને ૪૧૬ સેકન્ડ સુધી છોડવામાં આવ્યું. આ પ્રક્રિયા બેંગલોર સ્થિત ઇસરો ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કના સ્પેસક્રાફ્ટ કન્ટ્રોલ સેન્ટરેથી કરવામાં આવી. હવે પૃથ્વીથી મંગળયાનનું મહત્તમ અંતર ૨૩,પપ૦ કિલોમીટરથી વધીને ૨૮,૮૨પ કિલોમીટર થઇ ગયું છે. જ્યારે પૃથ્વીથી તેનું લઘુત્તમ અંતર ૨૪૮.૪ કિલોમીટરથી વધીને ૨પ૨ કિલોમીટર થઇ ગયું છે.

ફરીએક વાર થશે પ્રક્રિયા

ઇસરો મુજબ હવે મંગળયાનનો પરિક્રમા પથ લક્ષિત કક્ષાની બહુ નજીક છે. ગુરુવાર અને શુક્રવાર વચ્ચેની રાત્રે સવા બે વાગે બીજીવાર મંગળયાનની કક્ષા બદલાઇ જવાની છે. તેનાથી યાનનો નવો પરિક્રમા પથ પૃથ્વીથી મહત્તમ ૪૦ હજાર કિલોમીટર દૂર થઇ જશે. પહેલી ડિસેમ્બરે યાનને પૃથ્વીની કક્ષાથી અલગ કરતા પહેલાં નિ‌શ્ચિ‌ત ગતિ આપી શકાય, તેના માટે યાનની સાથે ઓર્બિ‌ટ રેઝિંગની અન્ય કેટલીક પ્રક્રિયાઓ પણ થશે.