ચર્ચામાં રહ્યા આ લગ્ન, વરરાજાએ કહ્યું, ભણેલી-ગણેલી પત્ની જ સૌથી કિંમતી દહેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીમકાથાનાઃ લગ્નમાં પોતાનો વટ દેખાડવાના બહાને લોકો દ્વારા અનેક પ્રકારના ખર્ચા કરવામાં આવે છે પરંતુ ભૂદોલીમાં 4 માર્ચે થયેલા એક લગ્ન અનોખું ઉદાહરણબની ગયું છે. આ લગ્નમાં વર પક્ષનો નિર્ણય લોકોને શીખ આપનારો રહ્યો. લગ્નમાં દૂલ્હા પક્ષ દ્વારા ન તો દહેજ લેવામાં આવ્યું કે ન તો અન્ય કોઈ ખર્ચ કરવામાં આવ્યો.
 
સાદગીપૂર્ણ લગ્નની સમગ્ર વિસ્તારમાં જોરદાર ચર્ચા
 
4 માર્ચે ભૂદોલી નિવાસી સ્વ. મુકેશસિંહ તંવરની પુત્રી યશોદાકંવરના લગ્ન હતા. તેની સાથે ફેરા લેવા માટે અજીતગઢના પીથલપુર નિવાસી સ્વ.શાર્દૂલસિંહના પુત્ર કરતાર સિંહ વરરાજા બની ભૂદોલી પહોંચ્યા. આ દરમિયાન સાદગીપૂર્ણ માહોલમાં લગ્નની વિધિ કરવામાં આવી.
 
જાનમાં આવ્યા 30 લોકો
 
આ લગ્નમાં વર તથા વધૂ પક્ષે કોઈ ફાલતું ખર્ચ કર્યો નહોતો. વર પક્ષ તરફથી કોઈ દહેજ લેવામાં ન આવ્યું. જાનમાં માત્ર 30 લોકો જ આવ્યા હતા.
 
ગરીબની દીકરી સાથે લગ્ન કરવાનું હતું સપનું
 
વરરાજા કરતારસિંહ શેખાવતે કહ્યું તે બાળપણમાં ગરીબી જોઈ છે, ત્યારથી જ નક્કી કર્યું હતું કે લગ્ન ગરીબની દીકરી સાથે જ કરીશ. તેમાં પરિવારજનોએ પણ મદદ કરી.
 
ભણેલી-ગણેલી દીકરી સૌથી કિંમતી દહેજ
 
યશોદાના પિતાના અવસાન બાદ તેની માતા માયાવતી પર ઘરની જવાબદારી આવી પડી. લોકલાજના હિસાબે તેણે લગ્નમાં કઈંક દહેજ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના પર દૂલ્હા બનીને આવેલા કરતારસિંહે કહ્યું, કે તમારી દીકરી જ કિંમતી દહેજ છે. કરતારસિંહ એમએસસી કરીને ઔરંગાબાદની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. યશોદાકંવર પણ જયપુરમાં એમએસસીની તૈયારી કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...