માર્ચમાં ભાસ્કરનો તૃતીય પાવર વિઝન કોન્ક્લેવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર સમૂહ દ્વારા આ મહિ‌ને તૃતીય પાવર વિઝન કોન્કલેવનું આયોજન થવામાં છે.કોન્કલેવમાં દેશના અર્થિ‌ક વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરનારા વીજક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ પાસા, તેની સાથે સંકળાયેલી તક અને પડકારોના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમાં મુખ્યત્વે વીજ ઉત્પાદન માટે ઇંધણની અછત, નીતિ નિર્ધારણ સમસ્યા, નાણાકીય વ્યવસ્થા ,પર્યાવરણ મંજૂરી જેવા મુદ્દે ચર્ચા થશે.

બારમી પંચવર્ષીય યોજના દરમિયાન વીજઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધુ હશે. તે ઉપરાંત ખાનગી વીજઉત્પાદન કંપનીઓને પરિયોજનાની સ્થાપના માટે અનેક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.કોન્ક્લેવ દરમિયાન ખાનગી વીજકંપનીઓ સામેના પડકારો અને તેના ઉપાય વિષયે પણ ચર્ચા થશે.

વીજઉત્પાદન ક્ષેત્રમાં હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જીની ભાગીદારી વધતી જાય છે. ભવિષ્યમાં વીજઅછત નિવારણ માટે તે શક્તિશાળી વિકલ્પ બની શકે છે. પાવર કોન્ક્લેવમાં હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જી લક્ષ્ય પ્રાપ્તિમાં આવનારી મુશ્કેલીઓને ઉકેલવાની પદ્ધતિઓ પર પણ ચર્ચા થશે. જેથી કરીને હાઇડ્રોની સાથે સોલર ,વિન્ડ જેવાં માધ્યમોને પણ પ્રોત્સાહિ‌ત કરી શકાય.

દૈનિક ભાસ્કર સમૂહે પહેલીવાર જાન્યુઆરી ૨૦૧૧માં પાવર વિઝન કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. બીજું પાવર વિઝન કોન્ક્લેવનું આયોજન ગત વર્ષે માર્ચમાં થયું હતું.