તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ: માનુષી, મિતાલી અને સાનિયા મિર્ઝા રહેશે હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનુષી 'ધી ફિમેલ ઈન્ફ્લુઅંસર: એડવાન્સિંગ વુમન્સ અપોર્ચ્યુનિટીઝ ઈન ધી મીડિયા' સબ્જેક્ટ પર સેશનને એડ્રેસ કરશે. - Divya Bhaskar
માનુષી 'ધી ફિમેલ ઈન્ફ્લુઅંસર: એડવાન્સિંગ વુમન્સ અપોર્ચ્યુનિટીઝ ઈન ધી મીડિયા' સબ્જેક્ટ પર સેશનને એડ્રેસ કરશે.

હૈદરાબાદ: તાજેતરમાં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજા અને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટમાં ભાગ લેશે. ભારતની આ ત્રણેય સેલીબ્રિટીઝ સમિટમાં સ્પીચ પણ આપશે. વુમન ફર્સ્ટ એન્ડ પ્રોસ્પેરિટી ફોર ઓલની થીમ પર આ સમિટ 28થી 30 નવેમ્બર સુધી હૈદરાબાદમાં થશે. આ સમિટનું ઈનોગ્રેશન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર અને દીકરી ઈવાંકા ટ્રમ્પ મુખ્ય વક્તા રહેશે. સમિટમાં 170 દેશનાં 1500 આન્ત્રપ્રેન્યોર, ઈન્વેસ્ટર્સ અને સીઈઓ તેમાં ભાગ લેશે.

- માનુષી 'ધી ફિમેલ ઈન્ફ્લુઅંસર: એડવાન્સિંગ વુમન્સ અપોર્ચ્યુનિટીઝ ઈન ધી મીડિયા' સબ્જેક્ટ પર સેશનને એડ્રેસ કરશે.
- મિતાલી રાજ, સાનિયા મિર્ઝા અને ભારતીય બેડમિન્ટન ટીમના ચીફ નેશનલ કોચ પી. ગોપીચંદ 'ધી બિઝનેશ ઓફ વિનિંગ એટ સ્પોર્ટ્સ આંત્રપ્રેન્યોરશિપ'ના સેશન ઉપર સ્પીચ આપશે.
- તેલુગુ એક્ટર રામચરણ તેજા અને એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પણ આ સમિટમાં ભાગ લેવાના છે.
 

52.5 % મહિલાઓ થશે ભાગીદાર

- સમિટમાં 52.5 ટકા મહિલાઓ આ સમિટમાં ભાગીદાર થશે. અફઘાનિસ્તાન, સાઉદી અરબ અને ઈઝરાયેલ સહિત 10 દેશોના ડેલિગેશનમાં મહિલાઓ હશે.
- આ સમિટમાં ભાગ લેનારાઓમાં 31.5 ટકા લોકો 30 વર્ષ અથવા તેમની નાની ઉંમરના છે. સૌથી નાની ઉંમરના આંત્રપ્રન્યોરની ઉંમર 13 વર્ષ છે જ્યારે સૌથી મોટી ઉંમરના આંત્રપ્રેન્યોરની ઉંમર 84 વર્ષ છે.
 

ઈવાંકાને ગિફ્ટ આપવામાં આવશે પોચમપલ્લીની સાડીઓ
- રાજ્ય સરકાર સમિટમાં ભાગ લેનારાઓને પોચમપલ્લીનો ડ્રેસ ગિફ્ટ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. જેથી તેને અન્ય દેશોમાં પણ પબ્લિસિટી મળી શકે.
- સમિટમાં તેલંગાણા સરકાર ઈવંકાને ગિફ્ટમાં પોચમપલ્લીની બે રેશમી સાડીઓ અને હીરાનો નેકલેસ આપવાનું વિચારી રહી છે. વડાપ્રધાન મોદીને ખાદીનો કુર્તો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...