મોદી વિરુદ્ધ કેજરી બહુ બોલે છે, તેથી જીભ કાપવી પડી : પારિકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: તાજેતરમાં જ જીભની સર્જરી કરાવનાર કેજરીવાલ સોશિયલ મીડિયાથી માંડી વિરોધી નેતાઓના નિશાન પર છે. સંરક્ષણપ્રધાન મનોહર પારિકર પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ગોવામાં મારી સામે બહુ બોલે છે. તેથી તેમની જીભ લાંબી થઇ ગઇ હતી અને હવે તેને નાની કરી દેવામાં આવી છે. ભાજપ નેતાએ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.કહ્યું, મને તેમના પ્રત્યે સહાનુભૂતિ છે કારણ કે તેઓ બીમાર હોવાને કારણે રજા પર છે. પારિકરે કેજરીવાલ સરકારના દાવાઓ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું હતું કે, જો તમારી મોહલ્લા ક્લિનિકો એટલી જ અસરકારક છે તો ચિકનગુનિયાથી 40 લોકોનાં મોત કેવી રીતે થયાω દિલ્હીમાં આપ સરકારના દાવાની પોલ ખુલી ગઇ છે.

પાર્રિકરનું દેશની સુરક્ષા પર ધ્યાન નથી આપી રહ્યા, મોદી તેમને પદેથી હાંકી કાઢે : આપ

ગોવાના આપ તેના વાલ્મીકિ નાઇકે કહ્યું કે, દેશમાં આતંકી હુમલા થઇ રહ્યાં છે પરંતુ સરંક્ષણમંત્રી પાર્રિકરનું ધ્યાન દેશની સુરક્ષાના મામલાઓ પર નથી. વડાપ્રધાન મોદીએ તેમની હકાલપટ્ટી કરી દેવી જોઇએ જેથી તે માત્ર લોકોના સ્વાસ્થ્ય અંગે ટિપ્પણીઓ કરવામાં વ્યસ્ત રહે.

આઝાદી બાદ દિલ્હીમાં સૌથી ખરાબ સરકાર : જેટલી

નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે કહ્યું કે, દેશ જોઇ રહ્યું છે કે તે(આપ) કઇ રીતે સરકાર ચલાવે છે. જો તમે મને સવાલ કરશો તો હું તેને આઝાદી બાદની દિલ્હીની સૌથી ખરાબ સરકાર ગણાવીશ.
સર્જરી બાદ કેજરીવાલ દિલ્હી પરત ફર્યા

અરવિંદ કેજરીવાલ બેંગલુરુમાં ગળા અને જીભની સર્જરી કરાવ્યાના પાંચ દિવસ બાદ રવિવારે દિલ્હી પરત ફર્યા હતા. ડોક્ટરોએ કહ્યું છે કે તે ઝડપથી રિકવરી કરી રહ્યા છે. વાતો પણ કરી શકે છે પરંતુ તેમને ઓછી વાત કરવાની સલાહ અપાઇ છે.
અન્ય સમાચારો પણ છે...