‘હવા બદલ રહી હૈ’ PM મનમોહનસિંઘના ભાઇ ભાજપમાં સામેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજા ભાઈના પુત્રે કહ્યું, અમને પણ ઓફર હતી, કાકા ત્રણ કરોડની ડીલ સાથે ભાજપમાં ગયા

વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના ઓરમાન ભાઇ દલજીતસિંઘ કોહલી શુક્રવારે નરેન્દ્ર મોદીની સભામાં ભાજપમાં જોડાઇ ગયા. દલજિત ઉદ્યોગપતિ છે. વડાપ્રધાનના કાર્યથી ખુશ નહોતા. દલજીતસિંહના ભત્રીજાએ શુક્રવારે આરોપ મુક્યો હતો કે, ભાજપમાં સામેલ થવા માટે દલજીતસિંહને નાણા આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે, ભાઈના નિર્ણયથી મને દુખ થયું છે. જોકે, શનિવારે આ વાત પર તેમણે શિર્ષાસન કરી લીધું હતું.
ભાઈના નિર્ણયથી દુખ થયું – વડાપ્રધાન
વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે શનિવારે પદ્ય પુરસ્કારોના વિતરણ બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાઈના નિર્ણય (ભાજપમાં જોડાવાના) થી હું ગમગીન છું. છતાં તે બધા પુખ્ત છે. પોતાની જાતે નિર્ણય લેવા સક્ષમ છે. યુપીએ સરકાર માટે મનમોહનસિંહે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, યુપીએનો ત્રીજો કાર્યકાળ અશક્ય નથી.
શનિવારે રદિયો
સુરજીતસિંહના પુત્ર અને ભાજપમાં સામેલ થનારા દલજીતસિંહના ભત્રીજા મનદીપસિંહે શનિવારે શિર્ષાસન કરી લીધું હતું. તેમણે કહ્યું હતું કે, મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, દલજીતસિંહને પદ અને નાણા આપવામાં આવ્યા છે. આ અહેવાલ ખોટા અને પાયાવિહોણા છે.
શુક્રવારે મનજીતસિંહનો આરોપ
દલજિતના નાના ભાઇ સુરજિતના પુત્ર મનદીપે આક્ષેપ કર્યા કે કાકાએ ભાજપમાં જોડાવા ત્રણ કરોડ રૂપિયામાં સોદો કર્યો છે. તેમને એનડીએ સરકારમાં ઊંચુ પદ પણ મળી શકે છે. મારા કુટુંબ પાસે પણ આવી ઓફર આવી હતી , પરંતુ અમે ઓફર ફગાવી દીધી.
મોદીએ આવકારેલા દલજીતસિંહને
મોદીએ કહ્યું કે કોહલી ભાજપમાં આવતાં પક્ષ મજબૂત બન્યો છે. ભાજપ મેમ્બરશિપવાળો પક્ષ નથી પરંતુ રિલેશનશિપવાળો પક્ષ છે. તેવામાં અમારો લોહીનો સંબંધ બની જાય છે.તેમણે કહ્યું કે - તેઓ (દલજિત) જે ભાવનાઓ અને સપનાં લઇને આવ્યા છે તેને ભાજપ -અકાલી મળીને પૂરાં કરશે.
કોણ છે દલજીતસિંહ અને કેવી રીતે છે ઓરમાયા ભાઈ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો