CBIને હદમાં રહેવા વડાપ્રધાનની તાકીદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તપાસ એજન્સીને સ્વાયત્તતા આપવાની માંગ ફગાવી દીધી
- તપાસ એજન્સીઓના હસ્તક્ષેપથી નીતિગત મામલામાં લકવા જેવી સ્થિતિ ન થવી જોઇએ


વડાપ્રધાન મનમોહનસિંઘે ઈશારામાં જ દેશની અગ્રણી તપાસ એજન્સી સીબીઆઈને મર્યાદામાં રહેવાની ટકોર કરી છે. તેમણે કહ્યું કે એજન્સી 'નીતિગત નિર્ણયોમાં ચૂકને અપરાધ ન માને’. તે સાથે જ તેમણે તેને સ્વાયત્તતા આપવાની માંગણી પર ફગાવી દીધી છે. મનમોહનસિંઘે જણાવ્યું હતું કે સીબીઆઈ સહિ‌ત તમામ તપાસ એજન્સીઓ કાર્યપાલિકાનો હિ‌સ્સો છે. તેણે એડમેનીસ્ટ્રેશનની દેખરેખમાં જ કામ કરવું જોઈએ. કોલસા કૌભાંડમાં વડાપ્રધાન પોતે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

સીબીઆઈનો સરકાર દ્વારા દુરુપયોગ થતો હોવાનો વિપક્ષ દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એજન્સીઓને સરકારનો 'પિંજરામાં પૂરેલો પોપટ’ ગણાવીને તેને મુક્ત કરવાની હિ‌માયત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન પહેલી વખત સીબીઆઈ અંગે સ્પષ્ટ બોલ્યા છે. સીબીઆઈ દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 'ભ્રષ્ટચાર અને ગુનાઓ સામે લડવા માટે યોગ્ય રણનીતિ બનાવવી’ વિષય પર બોલતી વખતે ડો. મનમોહનસિંઘે કહ્યું હતું કે 'આર્થિ‌ક પ્રગતિ સાથે ભ્રષ્ટાચારની સંભાવના પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના મુદ્દાને સાચા દ્રષ્ટિકોણથી જોવો જરૂરી છે. ’

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....