ગુજરાતમાં 'ફાસીવાદી બળો’ દ્વારા પંજાબના ખેડૂતો પર બળજબરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંજાબી ખેડૂતોને ધમકી આપવામાં આવી રહી છે : મનીષ તિવારીનો આક્ષેપ

: કેન્દ્રીય માહિ‌તી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ રવિવારે ભાજપ પર પ્રહાર કરીને દાવો કર્યો છે કે ગુજરાતમાં સત્તા પર રહેલા 'ફાસીવાદી બળો’ પંજાબી ખેડૂતોને ધમકી આપી રહ્યા છે અને રાજ્યમાંથી જતા રહેવા બળજબરી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ફાસીવાદી બળો દેશમાં મુક્ત વિચાર અને સાંસ્કૃતિક વિકાસ સામે ખતરો છે. લુધિયાણા એફ્એમ ગોલ્ડના એક સ્ટુડિયો અને પ્રોગ્રામ સર્વિ‌સનાં ઉદ્ઘાટન સમારંભમાં બોલતા તિવારીએ કહ્યું કે વિવિધ અદાલતોએ પંજાબી ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં ગુજરાતમાં આ ખેડૂતોને ધમકી આપવામાં આવી રહી છે. સાહિ‌ર લુધિયાણવી જેવા કલાકારનું જ્યાં સર્જન થયું છે તેવા લુધિયાણાના લોકોને આ અંગે ચિંતા થવી જોઈએ.