તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિપુરના CMનો આજે ફ્લોર ટેસ્ટ, 4 પાર્ટીઓના સપોર્ટથી બની છે સરકાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇમ્ફાલ. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ સોમવારે ફ્લોર ટેસ્ટમાં પોતાનો બહુમત સાબિત કરશે. મણિપુરમાં પહેલીવાર બીજેપીની સરકાર બની છે. 4 પાર્ટીઓએ બીજેપીને સમર્થન આપ્યું. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં એન બીરેન સિંહને કુલ 60માંથી 32 ધારાસભ્યોએ સપોર્ટ જાહેર કર્યો. બીજેપીએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 21 સીટ જીતી છે. એનપીએફ અને નગા પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેમને સપોર્ટ કર્યો છે.
 
ગોવામાં બીજા નંબરે રહીને પણ બનાવી સરકાર
 
- 60 સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે 31 ધારાસભ્યોની જરૂર હતી.
- હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 28 અને બીજેપીને 21 સીટ મળી.
- બીજા નંબરે રહેવા છતાંય બીજેપીએ સરકાર બનાવવા માટે જરૂરી 31 ધારાસભ્ય ભેગા કરી લીધા.
- મણિપુરમાં બીજેપીએ પહેલીવાર તમામ 60 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
 
બીજેપીએ કેવી રીતે મેળવ્યો જરૂરી આંકડો?
 
- બીજેપીએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 21 સીટ જીતી છે. એનપીએફ અને નગા પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર-ચાર ધારાસભ્યોએ તેને સપોર્ટ આપ્યો છે.
- આ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ અને લોજપાના 1-1 ધારાસભ્ય અને 1 અપક્ષ ધારાસભ્ય પણ બીજેપીની સાથે છે.
- આ પ્રકારે, તેમની પાસે 21+4+4+1+1+1= 32 ધારાસભ્ય થઈ ગયા છે.  
 
ફુટબોલરથી રાજકારણના મેદાનમાં આવ્યા બીરેન સિંહ
 
- 56 વર્ષીય બીરેન સિંહ નેશનલ લેવલના ફુટબોલર રહી ચૂક્યા છે. બાદમાં તેઓએ જર્નાલિઝ્મમાં પણ પોતાની કારકિર્દી બનાવી.
- 2002માં તેઓએ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી સાથે જોડાઈને રાજકારણની પોતાની યાત્રા શરૂ કરી.
- આ પહેલા તેઓ કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો