‘મને આ માણસ નીચ લાગે છે’: રાહુલ પર કરેલાં મોદીના વ્યંગ પર બોલ્યાં મણિશંકર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધી અંગે આપવામાં આવેલા નિવેદનના જવાબમાં મણિશંકર ઐય્યરે ગુરૂવારે કરેલાં નિવેદનથી પોતેજ વિવાદમાં ફંસાય ગયા છે. તેઓએ વડાપ્રધાન માટે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઐય્યરે કહ્યું કે, “મને આ માણસ ઘણો જ નીચ પ્રકારનો લાગે છે. તેમાં કોઈ જ સભ્યતા નથી. આવા પ્રસંગે આ પ્રકારના ગંદા રાજકારણની શું જરૂર હતી?” જ્યારે આ નિવેદન પર વિવાદ વધ્યો તો રાહુલ ગાંધીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરી, જેમાં તેઓએ ઐય્યરે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ તેમ જણાવી તેઓએ માફી માગે તેવી પ્રતિક્રિયા આપી હતી. જે બાદ ઐય્યરે એકવખત ફરી મીડિયા સામે આવ્યાં હતા અને કહ્યું કે, “હું હિન્દી ભાષી નથી. જો નીચ શબ્દનો કોઈ અન્ય અર્થ નીકળે છે તો હું માફી માગુ છું.”

 

મારૂ હિંદી સારૂ નથી એટલે અર્થનો અનર્થ થઈ ગયો - ઐય્યર

 

- વિવાદ વધ્યાં બાદ મણિશંકર ઐય્યરે પોતાના નિવેદન અંગે હિંદી ભાષાનું બહાનું હાથ ધર્યું છે.

- મણિશંકરે કહ્યું કે, “જ્યારે મેં નીચ કહ્યું તો મારો અર્થ નીચલા સ્તરનો વ્યક્તિ એવો હતો. એટલે જ્યારે હું હિંદીમાં બોલું છું પરંતુ મારા વિચાર તો અંગ્રેજીમાં ચાલતા હોય છે. એવામાં જો આનો કોઈ અન્ય અર્થ નીકળે તો હું માફી માગુ છું.”

 

ઐય્યરના નિવદેનને મારૂ સમર્થન નથી તેઓએ માફી માગવી જોઈએ - રાહુલ

 

- મણિશંકર ઐય્યરના નિવેદન બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી.

- રાહુલ ગાંધીએ કહ્યું કે, “પીએમ માટે જે ભાષાનો પ્રયોગ થયો છે હું તેને સમર્થન નથી આપતો. કોંગ્રેસ અને હું બંને આશા રાખીએ છીએ કે તેઓ પોતાના નિવેદન અંગે માફી માંગે.”

 

શું કહ્યું હતું મોદીએ રાહુલ ગાંધી અંગે?

 

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજધાની દિલ્હીમાં ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ બાબા સાહેબને યાદ કરી ભારતના નિર્માણ માટે તેમનો ફાળો ઘણો જ મહત્વનો હોવાનું જણાવ્યું.

- આ ઉપરાંત તેઓએ વિપક્ષ પર પણ પ્રહાર કરી આંબેડકર સાહેબના યોગદાનને ભૂલાવવાના પ્રયાસ થયા પરંતુ તેમાં સફળતા ન મળી હોવાનું જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, “આપણે બાબા સાહેબના સ્વપનોને પૂરાં નથી કરી શક્યા. આજની પેઢીમાં તે ક્ષમતા છે જે સામાજિક ખરાબીઓને પૂર્ણ કરી શકે છે. આ દેશ જાતિના નામ પર વ્હેંચાઈને તે રીતે આગળ નહીં વધી શકે જેવી રીતે તેને વધવું જોઈએ.”  

- આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, “જે રાજકીય પક્ષ બાબા સાહેબનું નામ લઈને રાજકારણ કરે છે તેઓને બાબા સાહેબ નહીં, પણ બાબા ભોલે યાદ આવે છે.”

અન્ય સમાચારો પણ છે...