PICS: સબ-ઈનસ્પેક્ટર પત્નીને પોલીસ અધિકારી સાથે રંગેહાથ ઝડપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તસવીરો)
*સોફ્ટવેયર કંપનીમાં કામ કરે છે પતિ
*ઈન્સ્પેક્ટરે રોબ જમાવવા કર્યો પ્રયાસ
હૈદરાબાદ: કહેવાય છે કે, ઝર(ઝવેરાત), જમીન અને જોરુ (મહિલા)એ ત્રણ કજીયાના છોરુ. તેનું ઉદાહરણ હૈદરાબાદના એબિડ્સ વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યાં સોફ્ટવેયર એન્જિનિયરે પોલીસ ખાતામાં સબઈનસ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીને અન્ય પુરૂષ સાથે ઝડપી લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુનિલ રેડ્ડી નામનો યુવક ચેન્નાઈમાં સોફ્ટવેયર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેના લગ્ન ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજલક્ષ્મી નામના મહિલા સાથે થયા હતા. પરંતુ બંનેના દામ્પત્ય જીવનમાં ખટરાગ ચાલી રહ્યો હતો. સુનિલને શંકા હતી કે તેની પત્ની રાજલક્ષ્મીનું ચક્કર કોઈ પુરૂષ સાથે ચાલી રહ્યું છે.

સુનિલ શનિવારે આવવાનો હતો, પરંતુ રાજલક્ષ્મીને જાણ કર્યાં વગર જ તે શુક્રવારે હૈદરાબાદ પહોંચી ગયો હતો. હૈદરાબાદ વિધાનસભામાં ફરજ માટે તહેનાત રાજલક્ષ્મી તેનો પુરૂષ મિત્ર સર્કલ ઈનસ્પેક્ટર ટી. સ્વામી એક હોટલમાં ઉતર્યા હતા. સુનિલ રેડ્ડીએ હોટલના રૂમને ખોલવા માટે દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ ખુલ્યો ન હતો. સુનિલ બળજબરીપૂર્વક અંદર ઘુસ્યો તો તેની પત્ની તથા સ્વામી હતા. સ્વામી અર્ધનગ્નાવસ્થામાં હતો. તેણે સુનિલને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુનિલ ગભરાયો ન હતો.

મામલો બિચકતા સ્વામી ઘટનાસ્થળેથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ હરકત હોટલના સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગઈ હતી. નાસતા સ્વામીને આજુબાજુના લોકોએ ઝડપી લીધો હતો. ત્યારે પોલીસ પર પણ સ્વામીએ રોફ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. અંતે ભારતીય દંડ સંહિતાની કલમ 497 (વ્યભિચાર) તથા 507 (ગુનાહિત ઈરાદા) સહિતની કલમ નોંધી છે. ઘટનાની ગંભીર નોંધ લઈને સ્વામીને તત્કાળ અસરથી ફરજ મોકૂફી પર ઉતારી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, રાજલક્ષ્મી અને ટી. સ્વામી એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને લગ્ન પહેલાથી જ તેમની વચ્ચે સંબંધો હતાં.

(તસવીર સ્ત્રોત ઈન્ટરનેટ)

ઘટનાસમયની અન્ય તસવીરો જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.