તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PICS: પિતાનું સપનું પૂર્ણ કરવા હેલિકોપ્ટરમાં વહુ લાવ્યો ખેડૂતપુત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્યોરપુરના હરગાંડાખુર્દમાં રહેતા ખેડૂત દેવીલાલ મીણાનું સપનું હતું કે તેઓ મોટા દિકરાની વહુને હેલિકોપ્ટરમાં બેસાડીને ઘરમાં લાવશે. મંગળવારે તેમનું આ સપનું પૂર્ણ થયું હતું. દેવીલાલના મોટા પુત્ર ધર્મેન્દ્રના લગ્ન રાજસ્થાનના સવાઈ માધૌપુરના ગંડાવરમાં રહેતા રામચરણ રાવતના પુત્રી શરબત સાથે થયા હતા.
મંગળવારે તેમની વિદાઈ હતી. ગંડાવરથી હરગાંવડાખુર્દ સુધીનું પંચાવન કિલોમીટરનું અંતર દુલ્હા-દુલ્હને હેલિકોપ્ટરમાં કાપ્યું હતું. આ માટે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. રૂ. 4.75 લાખ એવિએશન કંપનીએ લીધા હતા ને રૂ. દસ-દસ હજાર હેલિપેડ બાંધવા માટે ખર્ચાયા હતા.
સપનામાં પણ નહોતું વિચાર્યું
મંગળવારે બપોરે ચંદ્રપુરા ગામમાં હેલિકોપ્ટરને જોવ માટે ભીડ એકઠી થઈ હતી. હવામાં હેલિકોપ્ટરને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા. હેલિકોપ્ટર લેન્ડ થયું એટલે આજુબાજુના લોકોએ તેને ઘેરી લીધું હતું. હેલિકોપ્ટરમાંથી ઉતરેલી દુલ્હને જણાવ્યું હતું કે, તેણે સપનેય કલ્પના નહોતી કરી કે, તે હેલિકોપ્ટરમાં બેસશે. જીવનના સૌથી ખાસ પ્રસંગે હેલિકોપ્ટરમાં બેસીને સાસરે આવી તો મારો હરખ બેવડાઈ ગયો. કારણ કે મારા પરિવારની આર્થિક સ્થિતિ ખાસ સારી નથી. દુલ્હા ધર્મેન્દ્રનું કહેવું હતું કે, મારા પિતાનું એક સપનું હતું. જે આજે પૂર્ણ થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો