• Gujarati News
  • Man Arrested For Allegedly Forcing Wife To Change Religion

પત્નીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવાના પ્રયાસમાં એક વ્યક્તિની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુઝફ્ફરનગરઃ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા પત્નીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસ બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે વ્યક્તિ પોતે મુસ્લિમ છે તેમ કહીને તે સમુદાયની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ પોતાની પત્નીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવાના ગુનાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે તેવું પોલીસે જણાવ્યું હતું.
સબ ઈન્સપેક્ટર પ્રમોદ પવાર દ્વારા જણાવ્યા અનુસાર, અઝહર નામની વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અઝહરે પોતે મુસ્લીમ છે તેવું ખોટું બોલીને આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ અઝહરે પોતાની પત્નીને ધર્મ પરિવર્તન કરવા ધાકધમકી આપી હતી અને મારઝૂડ પણ કરી હતી.
તેઓના જણાવ્યા અનુસાર ગઈકાલે અઝહરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આ દંપતિના લગ્ન ૧૫મી જૂન ૨૦૧૪ના રોજ થયા હતા. જો કે અઝહરે પોતાના પર થયેલા આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે પોતે મુસ્લીમ ધર્મ સ્વીકાર્યો હતો અને હાલ મુસ્લીમ ધર્મ પાળી રહ્યો છે.
અઝહરનું કહેવું છે કે મિલકતના વિવાદના કારણે તેને આ કેસમાં ખોટો ફસાવવામાં આવી રહ્યો છે.