• Gujarati News
  • Malavath Purna Becomes Youngest Girl To Reach Everest Peak

૧૩ વર્ષની કિશોરીએ એવરેસ્ટ સર કર્યો, નાની વયે એવરેસ્ટ પર જવાનો વર્લ્ડ રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આંધ્રની ૧૩ વર્ષની કિશોરીએ એવરેસ્ટ સર કર્યો
- વિશ્વમાં સૌથી નાની વયે એવરેસ્ટ પર જવાનો વર્લ્ડ રેકોર્ડ

માત્ર ૧૩ જ વર્ષની કિશોરીએ માઉન્ટ એવરેસ્ટ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ભારતીય પર્વતારોહણના ક્ષેત્રે ઇતિહાસ સર્જતા આંધ્રપ્રદેશની માલાવાથ પૂર્ણા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની કિશોરી બની ગઇ હતી. ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પૂર્ણાને અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,'આ સમાચાર સાંભળીને ખૂબ જ આનંદ થયો છે. આપણા યુવાનોને અભિનંદન. અમને તેમની પર ગર્વ છે.'

પૂર્ણાની સાથે તેના ધોરણ ૯માં ભણતો સહવિદ્યાર્થી આનંદ કુમારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રવિવારે સવારે આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી હતી. પૂર્ણા અને આનંદ બન્ને આંધ્રપ્રદેશની સમાજ કલ્યાણ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ છે. તેમણે બાવન દિવસના લાંબા ચઢાણ બાદ રવિવારે સવારે એવરેસ્ટ પર ચઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પૂર્ણા એવરેસ્ટ પર ચઢાણ કરનારી સૌથી નાની ઉંમરની મહિ‌લા પર્વતારોહક પણ બની ગઇ છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...