ધધકતું રહ્યુ જયપુરઃલાલકોઠી સબ્જી મંડીમાં આગ, 300 દુકાનો ખાક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરઃ સહકાર માર્ગ સ્થિત લાલકોઠી સબ્જી મંડીમાં મંગળવારે સાંજે 5 વાગ્યે ભીષણ આગ લાગી હતી. ગરમી અને તેજ હવાઓના કારણે થોડી જ વારમાં આગ આખી મંડીમાં ફેલાઈ ગઈ. જેમાં લાખો રૂપિયાના ફળ અને શાકભાજી સળગી ગયા. આગ એટલી વધારે હતી કે દુકાનદારોને સામાન બહાર કાઢવાનો પણ સમય ન મળ્યો. આગના કારણે લગભગ 300 અસ્થાયી લારી અને દુકાનો ઉપરાંત વાહનો પણ બળી ગયા. 50થી વધુ ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પોલીસે બે કલાક સુધી ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનોને ડાઈવર્ટ કરવા પડ્યા.
ઘટનાસ્થળે મુખ્યસચિવ રાજીવ મહર્ષિ અને કલેક્ટર કૃષ્ણ કુણાલે પહોચીને નિરીક્ષણ કર્યુ. કલેક્ટરના સર્વેમાં 85 લોકોને નુકસાન થયાનું સામે આવ્યુ છે. તેને સહાય આપવા માટે સરકારને અરજી કરવામાં આવશે.
સ્થાનિક દુકાનદાર અનુસાર વાંસની બનેલી નાની દુકાનોમાં આગને જોઈ દુકાનદારોએ તેને સામાન્ય આગ સમજી પાણીની બાલટીઓથી બુઝાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવા તેજ હવાના કારણે પાંચ મિનિટમાં આગ પુરી મંડીમાં ફેલાઈ ગઈ. જેના કારણે મંડીમાં ભાગદોડ મચી ગઈ. દુકાનદાર લારીઓ પર જ ફળ અને શાકભાજી છોડીને જીવ બચાવીને ભાગી નિકળ્યા.

મંડીમાં બાંધેલા તિરપાલ કાપીને આગ રોકી
દુકાનદારોએ આગને આગળ વધતી અટકાવવા માટે તિરપાલ કાપી નાંખ્યા. દુકાનદારે જણાવ્યુ કે તેણે દુરથી આગની જ્વાળાઓને જોઈ તો તે શાકભાજી સમેટવા લાગ્યો. પરંતુ થોડી જ મિનીટોમાં જ્વાળાઓ ખુબ નજીક આવી ગઈ. ત્યારે તેણે પોતાના અન્ય સાથીઓ સાથે મળીને બંધાયેલા તિરપાલની રસ્સીઓને ચાકુથી કાપી નાંખી. જેના કારણે આગ આગળ આવતી તો અટકી ગઈ પરંતુ આગની જ્વાળાઓના કારણે તેની તમામ શાકભાજી ખરાબ થઈ ગઈ.
ભાગદોડના કારણે થઈ હોત જાનહાનિ
ફાયર ફાઈટરનું પાણી જેવું ભીડ પર પડતું. ભીડમાં ભાગદોડ મચી જતી. એવામાં પોલીસે લોકોને ત્યાંથી હટાવવા માટે વારંવાર મહેનત કરવી પડી. સાથે જ પોલીસ જવાનો એનાઉન્સ કરતા રહ્યા કે અહીંથી લોકોએ ભાગવું નહી. ભાગદોડમાં જાનહાનિ થઈ શકે છે. એટલે શાંતિથી આગથી દુર નિકળવું
આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો,...