તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાને મારવા માટે પિસ્તોલ લઇને જંગલમાં ઘૂસ્યા મહારાષ્ટ્રના મંત્રી મહાજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: મહારાષ્ટ્રના સિંચાઇ મંત્રી ગિરીશ મહાજન એક દીપડાને મારવા માટે પિસ્તોલ લઇને જંગલમાં ઘૂસી ગયા. આ દરમિયાન તેમની સુરક્ષામાં એકપણ પોલીસકર્મી હાજર ન હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સિંચાઇ મંત્રી પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાયદો તોડવાનો આરોપ લગાવ્યો અને રાજીનામું માંગ્યું. બીજી બાજુ મંત્રીએ કહ્યું- મેં કંઇ ખોટું નથી કર્યું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દીપડાને મારવા માટેના આદેશ આપ્યા હતા.

 

ક્યારે બની ઘટના?

 

- મહાજન સોમવારે ચાલીસ ગામમાં દીપડાના હુમલાને કારણે મૃત્યુ પામેલી મહિલાના પરિવારને આશ્વાસન આપવા માટે ગયા હતા.

- મંત્રી જેવા ગામની પાસે પહોંચ્યા, ત્યારે લોકોએ તેમને જણાવ્યું કે દીપડો પાસેના ગામમાં જ છે. ત્યારબાદ મહાજને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોને બોલાવ્યા અને તેમની સાથે દીપડાને મારવા માટે પિસ્તોલ લઇને જંગલમાં ચાલ્યા ગયા.

- ગિરીશ મહાજને દીપડા પર ઝાડની પાછળથી ગોળી ચલાવી પરંતુ, દીપડો બચીને ભાગી ગયો.

 

શા માટે મંત્રીએ ઉઠાવ્યું આ પગલું?

 

- ગિરીશ મહાજને કહ્યું, “ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દીપડાને મારવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ જ હું પિસ્તોલ લઇને ગયો હતો. હું ડિપાર્ટમેન્ટના ઓફિસરો અને કર્મચારીઓ સાથે સ્થળ પર ગયો હતો. ગામના લોકો મુસીબતમાં હતા. આવા સમયે હું ગાડીમાં કેવી રીતે બેસી રહેતો. હું પોતે શાકાહારી છું. વન્યજીવો અને પ્રાણીઓને પ્રેમ કરનારો માણસ છું.”

 

ઓપોઝિશને શું પ્રતિક્રિયા આપી?

 

- ચાલીસગામમાં ઘણા મહિનાઓથી દીપડાનો આતંક છે. દીપડો અત્યાર સુધી 5 લોકોના જીવ લઇ ચૂક્યો છે.

- મહાજન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોશિશો પછી પણ દીપડાએ મંગળવારે મહિલા પર હુમલો કર્યો અને તેનો જીવ લઇ લીધો.

- રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મંત્રી પર નિયમ તોડવાનો આરોપ લગાવીને તેમના રાજીનામાની માંગ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...