તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NCRB રિપોર્ટ: ર્ટ્રનોમાં ચોરી મુદ્દે બિહારથી આગળ એમપી, મર્ડરમાં યુપીથી આગળ હરિયાણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌથી વધારે ચોરી મહારાષ્ટ્રમાં અને મર્ડર પ.બંગાળમાં થયાં
ગુનાઓના મામલે સામાન્ય રીતે યુપી, બિહારનું નામ તમારા મનમાં આવે છે. પણ રેલવેમાં થતા ગુનાઓ મુદ્દે આમ નથી. ટ્રેનોમાં ચોરીના મામલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવાં રાજ્ય યુપી, બિહારથી આગળ છે. જ્યારે મર્ડરના મામલે યુપીથી આગળ પશ્ચિમ બંગાળ અને હરિયાણા છે. સંજોગો એ છે કે ગયા વર્ષે રેલવેમાં મર્ડર, ચોરી, દુષ્કર્મ, લૂંટ, ધાડ અને અપહરણના 39 હજાર કેસ નોંધાયા હતા. તેમાં 75 ટકાથી વધુ કેસ ચોરીના, જ્યારે લગભગ અઢીસો કેસ મર્ડરના છે.
53 ટકા ચોરી 3 રાજ્યોમાં

2015માં ચોરીના 29,686 કેસ નોંધાયા છે. અડધાથી વધારે મહારાષ્ટ્ર, યુપી અને MPના છે. મહારાષ્ટ્ર પ્રથમ, બિહાર છઠ્ઠા ક્રમે છે.
51 ટકા હત્યા ટોપ- 5 રાજ્યોમાં

રેલવેમાં હત્યાના સૌથી વધુ બનાવો પશ્ચિમ બંગાળમાં બન્યા છે. ચોંકાવનારી વાત એ છે કે હરિયાણા તેમાં યુપી અને મહારાષ્ટ્રથી આગળ છે. હિમાચલ અને જમ્મુ- કાશ્મીરમાં એક પણ કેસ સામે આવ્યો નથી.
રાજ્ય ચોરીના કેસ

મહારાષ્ટ્ર 5,882
ઉત્તરપ્રદેશ 5,712
મધ્યપ્રદેશ 3,685
દિલ્હી 2,768
આંધ્રપ્રદેશ 1,501
રાજ્ય હત્યાના કેસ

પ.બંગાળ 32
બિહાર 28
હરિયાણા 25
ઉત્તરપ્રદેશ 23
મહારાષ્ટ્ર 18
2015માં રેલવેમાં હત્યાના 247 કેસ નોંધાયા
રોજ 100થી વધુ અપરાધ
ગયા વર્ષે રેલવેમાં હત્યા, ચોરી, દુષ્કર્મ, અપહરણ જેવા 39 હજારથી વધુ કેસ નોંધાયા. મતલબ કે રોજ સરેરાશ 109 કેસ. સૌથી વધુ ગુના મહારાષ્ટ્રમાં નોંધાયા.
81% કેસ આ ગુનાના

રેલવેમાં ગુનાના 80%થી વધુ કેસ ચોરી, લૂંટ, અપહરણ, હત્યા અને દુષ્કર્મના છે. આ સિવાયની વિવિધ કાનૂની કલમો હેઠળ સાડા છ હજારથી વધુ કેસ નોંધાયા.
રાજ્ય ગુના

મહારાષ્ટ્ર 7,277
ઉત્તરપ્રદેશ 7,168
મધ્યપ્રદેશ 4,461
પ.બંગાળ 3,365
બિહાર 2,182
ગુના કેસ

ચોરી 29,686
લૂંટ 1,479
અપહરણ 270
હત્યા 243
દુષ્કર્મ 73
- 2015માં રેલવેમાં બનેલા ગુનામાં લાપરવાહીથી મોતના 98 કેસ નોંધાયા હતા.
- ટ્રેનમાં થયેલા ગુનામાં ગયા વર્ષે 158 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો