તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યપ્રદેશઃ એક શખ્સના પેટમાંથી નીકળ્યાં 263 સિક્કા, શેવિંગ બ્લેડ, પથ્થર સહિતની વસ્તુઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતનાઃ મધ્યપ્રદેશના રીવામાં આવેલ સંજય ગાંધી મેડિકલ કોલેજના ડોકટરોએ 32 વર્ષના એક યુવકના પેટમાંથી સિક્કા, ખીલી અને ચેઈન સહિત લોખંડની લગભગ 5 કિલો જેટલી વસ્તુઓ કાઢી છે. હોસ્પિટલના તબીબે જણાવ્યું કે ગત શુક્રવારે 7 ડોકટરોની ટીમે 32 વર્ષના મોહમ્મદ મકસૂદ નામના શખ્સના પેટમાંથી ઓપરેશન કરી 263 સિક્કા, 10થી 12 શેવિંગ બ્લેડ, કાચના ટૂકડા, શ્વાનને બાંધવાની છ ઈંચ લાંબી લોખંડની સાંકળ, કોથળા સિવવા માટેના 4 મોટી સોઈ સહિત લોખંડની લગભગ 5 કિલો સામગ્રીઓ કાઢવામાં આવી છે.

 

પેટમાંથી લોખંડની 5 કિલો વસ્તુઓ કાઢવામાં આવી

 

- મધ્યપ્રદેશના રીવાની હોસ્પિટલમાંથી 32 વર્ષના એક શખ્સના પેટમાંથી 5 કિલો જેટલી લોખંડની વસ્તુઓ કાઢવામાં આવી છે.

- 7 ડોકટરોની ટીમે સફળ રીતે ઓપરેશન કરી મોહમ્મદ મકસૂદના પેટમાંથી સિક્કા, શેવિંગ બ્લેડ, કાચના ટૂકડા, સાંકળ, મોટી સોઈ, પથ્થર સહિતની વસ્તુઓ કાઢવામાં આવી છે.

- આ ઓપરેશન અંગે ડોકટર પ્રિયંક શર્માએ વધુમાં જણાવ્યું કે, “સતના જિલ્લાના સોહાવલમાં રહેતો મકસૂદ શનિવારે 18 નવેમ્બરે હોસ્પિટલની OPDમાં આવ્યો હતો. ત્રણ માસથી દર્દીના પેટમાં દુખતું હોવાની ફરિયાદ બાદ 20 નવેમ્બરે તેની તપાસ કરવામાં આવી અને શુક્રવારે તેની સર્જરી કરવામાં આવી હતી.”

 

સતનાના ડોકટર ટીબી જણાવી સારવાર કરતા હતા

 

- ડોકટરોએ દર્દીના પરિવારના હવાલો આપતાં વધુમાં જણાવ્યું કે, “છ માસ પહેલાં મકસૂદનો ઈલાજ સતનામાં ચાલી રહ્યો હતો. જ્યાં સર્જરી વિભાગના કેટલાંક ડોકટરોએ તેને ટીબી થયું હોવાનું જણાવી ઉપચાર શરૂ કર્યો હતો.”

- તબીબે વધુમાં કહ્યું કે, “ટીબીના ઉપચાર બાદ પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં દર્દીને રીવાની મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો. જે બાદ તપાસ કરતાં તેના પેટમાં લોખંડની વસ્તુઓ હોવાનું માલૂમ પડ્યું હતું.”

 

નાનપણથી જ હતી લોખંડની વસ્તુઓ ગળી જવાની ટેવ

 

- ડોકટરે કહ્યું કે, “મોહમ્મદ મકસૂદ માનસિક રીતે વિકલાંગ છે. અને તેને લોખંડની વસ્તુઓ ગળી જવાની ટેવ પડી હતી. તે નાનપણથી જ લોખંડની વસ્તુઓ ખાતો હતો. જેની જાણ પરિવારના લોકોને પણ ન હતી.”
- ઓપરેશન ટીમમાં સામેલ ડોકટરે કહ્યું કે, “હાલ તેની સ્થિતિ સુધારા પર છે. જ્યારે અમારી ખાસ ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે.”

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...