તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખબર પડતાં જ આમ ઓચિંતા જ નીરજને મળવા પહોંચ્યા ગુલઝાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભોપાલ: બે કવિતાના હસ્તાક્ષર જ્યારે એક સાથે મળ્યા. નાનાએ આદરથી મોટા ના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું કે તમે સીનિયર અને મારા ઉસ્તાદ છો. ત્યારે જાણે કે હિન્દી કવિતાના બે પ્રવાહનું ઐતિહાસિક મિલન થયું હતું. જહાંનુમા હોટલમાં શનિવારે ગીત ઋષી ગોપાલદાસ નીરજના આર્શીવાદ લીધા. નીરજ જીએ પણ પૂરી ઉષ્મા સાથે તેમને ગળે લગાવ્યા હતા.

ગુલઝારે કહ્યું હતું કે મને ખબર નહોતી કે તમે અહીં રોકાયા છો. હું સવારે બાળકોની સંસ્થા આરુષિ પહોંચ્યો હતો. ત્યાં ભાસ્કરના રિપોર્ટરે કહ્યું હતું કે નીરજ જી પણ ભોપાલ માં છે. ત્યારે મે કહ્યું હતું કે હોટલ પહોંચતા જ દર્શન કરીશ.


વાંચો બંને વચ્ચે થયેલી વાતચીત

- ગુલઝાર : મને ખબર જ નહોતી કે તમે અહીં રોકાયા છો. તમે ભોપાલ ક્યારે આવ્યા.

- નીરજ : હું ગુરુવારે ભોપાલ આવો.
- નીરજ : તમે ક્યારે આવ્યા.
- ગુલઝાર: કાલે સાંજે
- નીરજ : આજકાલ શું લખી રહ્યા છો
- ગુલઝાર: 15-5-75 લખી રહ્યો છું.
- નીરજ : મને મોકલી આપજો.
- ગુલઝાર: તમારૂં સરનામું આપી દેજો, કોઇ કાર્ડ હોય જેમાં પોસ્ટલ એડ્રેસ હોય,
- નીરજ : પોતાના સહાયક રામ સિંહ યાદવને: ગુલઝારજીને પોસ્ટલ એડ્રેસ આપી દો.
- રામસિંહ : કયું- લખનઉ કે અલીગઢ વાળું
- ગુલઝાર : લખનઉ વાળુ.
- ગુલઝાર- હું તમારા સરનામે પુસ્તકો મોકલું છું. તમે લખનઉ લિટરેચર ફેસ્ટિવલમાં આવી રહ્યાં છો ને.
- નીરજ: હા આવીશ.
- નીરજ: આ આરુષિ શું છે, ક્યાં છે.
- ગુલઝાર: આરુષિ સ્પેશિયલ બાળકોની સંસ્થા છે. તે ભોપાલ માં છે અને હું તેના સાથે જોડાયેલો છું. વોલ્યન્ટરના રૂપમાં. તે બાળકોનો મલકાટ મારા જીવનનો સૌથી મોટો ધ્યેય છે.
- નીરજ: મને પણ ક્યારેક લઇ જજો.
- ગુલઝાર: જરૂર જ્યારે આગામી વખતે આપ આવશો કે કહેશો ત્યારે આપણે જઇશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો