પ્રેમી યુગલે હોટલના રૂમમાં કર્યું સુસાઇડ, આવી રીતે મળી બેઉની લાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ: હિમાચલના ચિંતપૂર્ણીમાં એક હોટલના રૂમમાં પંજાબના પ્રેમી યુગલના મૃતદેહો મળી આવ્યા છે. બંનેએ ઝેરીલો પદાર્થ ખાઇને આત્મહત્યા કરી છે. પોલીસને મૃતકો પાસેથી મળેલી સંયુક્ત સુસાઇડ નોટમાં લખ્યું છે કે અમે બંને અમારી મરજીથી આત્મહત્યા કરી રહ્યા છીએ. અમને કોઇનાથી કોઇ ફરિયાદ કે દુઃખ નથી. અમારા મોત માટે અમે જ જવાબદાર છીએ. 
 
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
 
- મૃતકોની ઓળખ પંજાબના ગુરદાસપુર જિલ્લાના કાનૂવાલ નિવાસી મુનીષ શર્મા (29) અને સોનિયા ઠાકુર (20) તરીકે કરવામાં આવી છે.
- પોલીસે બંને મૃતદેહોને કસ્ટડીમાં લઇને પોસ્ટમોર્ટમ માટે ઉના મોકલી દીધાં છે.
- પોલીસને બંનેની લાશ પાસેથી એક સંયુક્ત સુસાઇડ નોટ પણ મળી છે. તેને પણ પોલીસે કસ્ટડીમાં લીધી છે. મૃતકોના પરિવારજનોને આ બાબતની જાણ કરી દેવામાં આવી છે.
 
શનિવારે આવ્યા હતા
 
- જાણકારી પ્રમાણે શનિવારે રાતે ગુરદાસપુર નિવાસી મુનીષ શર્મા પોતાની પ્રેમિકા સોનિયા ઠાકુરની સાથે ચિંતપૂર્ણી પહોંચ્યો હતો. જ્યાં તેમણે હોસ્પિટલ રોડ સ્થિત એક હોટલમાં રાત રોકાવા માટે રૂમ લીધો હતો.
- રવિવારે સવારે જ્યારે બંને ઘણીવાર થવા છતાંપણ બહાર ન નીકળ્યા ત્યારે હોટલના કર્મચારીએ દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ ન આવવા પર રૂમનો દરવાજો તોડવામાં આવ્યો. ટ
- અંદર બંને પલંગ પર મૃત અવસ્થામાં મળી આવ્યા. હોટલના પ્રબંધકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી. સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કસ્ટડીમાં લીધા.
- રૂમની તલાશી લીધી તો પોલીસને સલ્ફાસ (ઝેર)થી ભરેલું એક પેકેટ અને એક ખાલી પેકેટ મળી આવ્યું. યુવતી અને યુવક બંને શનિવારથી ગાયબ છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટા...
અન્ય સમાચારો પણ છે...