લોકસભામાં સર્વાનુમત્તે પાકિસ્તાન વિરૂદ્ધનો પ્રસ્તાવ થયો પસાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભારત નહીં પરંતુ પાકિસ્તાને ઉછેરેલો આતંકવાદ જ ઇસ્લામાબાદ માટે ખતરો છે

દેશની સંસદે બુધવારે સર્વસંમતિથી પાકિસ્તાન વિરુદ્ધનો પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં પાકિસ્તાનની નેશનલ અને પંજાબ પ્રાંતની એસેમ્બલિમાં પસાર કરાયેલા પ્રસ્તાવની ટીકા કરવાની સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે કે, ‘પાકિસ્તાન અમારા સંયમ અને સૈન્ય ક્ષમતાની પરીક્ષા ન લે’.

લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં અંકુશ રેખા પર છઢ્ઢી ઓગસ્ટે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલા હુમલાની પણ ટીકા કરવામાં આવી છે. સાથે જ આ હુમલામાં શહીદ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ છે.

આગળ વાંચો : અમારા સૈનિકોએ હુમલો કર્યો ન હતો : પાક.હાઇ કમિશનર