ટ્રક નીચે આમ દબાઈ કાર, કચડાયા માતા-પુત્રો, પિતાના થયા આવા હાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાલંધરઃ અહીં મોડી રાતે રેતીથી ભરેલો ટ્રક ચાલતી કાર પર પલટી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને બે બાળકોની ઘટના સ્થળે જ મોત થયા હતા. કાર ચલાવનારા હરનેક સિંઘ મિંટૂની સ્થિતિ ગંભીર છે. ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પાસે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કટર ન હોવાથી ઘણી સમસ્યા થઈ હતી.
 
કટર ન મળતા મદદમાં થયું મોડું

- ઓવરસ્પીડ ટ્રક કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં હતો. બેલેન્સ બગડતા જ તે કાર પર પલ્ટી ગયો હતો. જેને કારણે કારમાં રહેલા લોકોને બચવાની તક મળી નહોતી. 
- અકસ્માત બાદ જ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
- મદદ માટે પહોંચેલી પોલીસ ટીમ પાસે ગાડીમાંથી લોકોને કાઢવા માટે કાર કાપવાનું કટર નહોતું. 
- બચાવકાર્ય દરમિયાન પોલીસને તમાશો જોનારા લોકો પણ ઘણા નડી રહ્યાં હતા. જો પોલીસ તેમને હટાવવા જતી તો તેઓ તેમની સાથે લડી પડતા હતા.
- કારમાંથી લાશો નીકાળતી વેળાએ એક સેવાદાર ગુરદર્શન સિંઘના ખાડામાં પડવાથી પગ તૂટી ગયો હતો. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
- 3 મહિનામાં ટ્રકને કારણે મોટા અકસ્માત થવાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......)
અન્ય સમાચારો પણ છે...