તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના જીવને જોખમ: 15 ઓગસ્ટે ખુલ્લા સ્ટેજ પરથી સ્પીચ ન આપવા સલાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ખાનગી એજન્સી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે, આ વખતે સ્વતંત્રતા દિવસે નરેન્દ્ર મોદીને જીવનું જોખમ છે. આઈએસ અને અલકાયદા આતંકવાદી સંગઠનો લાલ કિલ્લા પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ મોદીને 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લામાં બુલેટપ્રૂફ ઈનક્લોઝરમાંથી સ્પીચ આપવાની સલાહ આપી છે. એનએસજીએ આ મુદ્દા પર નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ સાથે પણ વાત કરી છે. પીએમ મોદીએ 2014 અને 2015માં સ્વતંત્રતા દિવસે બુલેટપ્રૂફ કવર વગર જ લાલ કિલ્લા પરથી ખુલ્લા સ્ટેજથી જ સ્પીચ આપી હતી.
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ હુમલાની શક્યતા

- સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સિક્યુરિટી એજન્સીને અપેક્ષા છે કે જોખમને ધ્યાનમાં રાખીને આ વખતે મોદી તેમની સલાહની અવગણના નહીં કરે.
- ગયા વર્ષે 15 ઓગસ્ટે પીએમ મોદીએ છેલ્લી ઘડીએ બુલેટપ્રૂફ ઈનક્લોઝરમાંથી સ્પીચ આપવાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
- કાશ્મીરમાં તણાવ, એલઓસીમાં ઘુસણખોરી અને દેશમાં આઈએસ (ઈસ્લામિક સ્ટેટ)ની પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને સિક્યુરિટી વધારવાનો નિર્ણય લેવાયો છે.
- બીજી બાજુ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આતંકવાદી ડ્રોનથી પીએમ મોદીની સુરક્ષા તોડવાનો પ્રયત્ન કરી શકે છે.
- એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, અલ-કાયદા અને આઈએસ ઈન્ડિયન આર્મી અને પોલીસના સેન્ટર્સને પણ નિશાન બનાવી શકે છે.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી વધારી દેવામાં આવી સિક્યુરિટી

- ઈન્દિરા ગાંધીની હત્યા થયા પછી 15 ઓગસ્ટના દિવસે બુલેટપ્રૂફ ઈનક્લોઝરમાંથી વડાપ્રધાન સ્પીચ આપશે તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો.
- પરંતુ પીએમ મોદીએ છેલ્લા બે વર્ષથી આ નિયમ તોડી નાખ્યો છે અને તેમણે બુલેટપ્રૂફ ઈનક્લોઝર વગર જ જનતાને સ્પીચ આપી છે. ત્યારે એજન્સીઓએ તેમના માટે વર્ચ્યુઅલ કવરનો ઉપયોગ કર્યો હતો.
નરેન્દ્ર મોદી સતત તોડી રહ્યા છે નિયમો

- મોદીએ 2014 અને 2015માં સ્વતંત્રતા દિવસે પ્રોટોકોલ તોડીને બાળકો સાથે મુલાકાત કરી હતી.
- ગયા વર્ષે તેઓ સ્પીચ પૂરી કરીને લાલ કિલ્લા પરથી ઉતરીને પ્રોટોકોલ તોડીને લોકોની વચ્ચે પહોંચી ગયા હતા. તે દરમિયાન ત્યાં મેદાનમાં બેઠેલા છોકરાઓ ઊભા થઈ ગયા હતા.
- બાળકોની ભીડ એટલી વધી ગઈ હતી કે મોદી તેમની વચ્ચે ઘેરાઈ ગયા હતા. બાળકોમાં મોદી સાથે હાથ મીલાવવા અને પગે લાગવા માટે પડાપડી થઈ હતી.
- આ દરમિયાન એક વાર તો પીએમ મોદીનું બેલેન્સ પણ ખસી ગયું હતું અને ત્યારે હાજર એસપીજી (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ) ગાર્ડ્સે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
- મોદી 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન પણ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચી જાય છે.
ડ્રોન એટેકનું જોખમ

- ગયા વર્ષે લાલ કિલ્લા પર ડ્રોન એટેકનું જોખમ હતું. તેથી કિલ્લાના 500 મીટરના વિસ્તારમાં એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ) કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા હતા. મોટી ઈમારતો પર એન્ટી એરક્રાફ્ટ મશીનગન ગોઠવવામાં આવી હતી.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો
અન્ય સમાચારો પણ છે...