300 ફીટ ઉંચા ટાવર પર કલાકની જહેમત બાદ બચાવી લેવાઇ જિંદગી, તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનાં ઝુનઝુનુ જિલ્લાનાં ચુરુમાં રેલવે કોલોનીમાં લાગેલા ટાવરને શુક્રવારે સવારે હટાવવામાં આવતું હતું. બે મજૂરો 300 ફૂટ ઉપર લાગેલી લોખંડની એંગલ ખોલી રહ્યા હતા. તે જ સમયે લગભગ 10.30 વાગ્યે એક એંગલ તૂટી ગઇ. એંગલ તૂટીને 34 વર્ષીય મજૂર ઉપદેશ સાથે ટકરાતા તે ઘાયલ થયો હતો અને તેનું સંતુલન બગડી ગયું હતું. તેણે કમરમાં સેફ્ટી બેલ્ટ બાંધેલો હતો જેથી તે નીચે પડતા બચી ગયો અને લટકી રહ્યો.
તેની સાથે ટાવર પર જ કામ કરી રહેલા બીજા એક મજૂરે હિંમત દાખવી. અને તેની સાથે જ શરૂ થઇ જીવને બચાવવાની જંગ. નીચે કામ કરી રહેલા અન્ય સાથીઓ પણ ટાવર પર ચઢ્યા. પહેલા તો ઉપદેશનાં માથામાંથી વહેતા લોહીને બંધ કરાવામાં આવ્યું હતું. પછી દોરડાની મદદથી તેને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો. ત્યાં હાજર લોકોનાં આ દ્રશ્ય જોઇને જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘાયલ મજૂરને નીચે લાવીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ટાવર લગાવતી વખતે પણ થયો હતો અકસ્માત
લોકોએ કહ્યું હતું કે કેટલાક વર્ષ પહેલા ટાવર લગાવતી વખતે પણ અકસ્માત થયો હતો. તે સમયે માટી ધસી જતા એક મજૂર દબાઇ ગયો હતો. તેને પણ જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે ટાવર હટાવતી વખતે પણ અકસ્માત થયો અને એક મજૂરને બચાવી લેવાયો.
આગળ જુઓ આ અકસ્માતની તસવીરો-