તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજ લાઇફમાં એવું શું થયું કે અજય બન્યા આદિત્યનાથ, વાંચો અત્યાર સુધીની સફર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરખપુર: બીજેપીએ યોગી આદિત્યનાથને ઉત્તરપ્રદેશના સીએમ બનાવ્યા છે. કટ્ટર હિન્દુવાદી નેતા આદિત્યનાથ ગોરખપુર જિલ્લાના સાંસદ છે. રામમંદિર આંદોલન સાથે જોડાયેલા છે. divyabhaskar.com તમને આજે આ નેતાના જન્મથી લઇને સીએમ સુધીની સફર વિશે જણાવી રહ્યું છે.
 
સ્ટુડન્ટથી આવી રીતે બની ગયા હતા સંન્યાસી
 
- આદિત્યનાથનું અસલી નામ અજયમોહન બિષ્ટ છે. તેમનો જન્મ 5 જૂન, 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચેર ગામમાં થયો હતો.
- તેમના પિતાનું નામ મહંત અવૈદ્યનાથ મહારાજ અને માંનું નામ ક્યાંય નોંધાયેલું નથી.
- ઉત્તરાખંડના શ્રીનગર સ્થિત એચએન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીમાંથી તેમણે બીએસસીની ડિગ્રી મેળવી. વિદ્યાર્થીકાળ દરમિયાન હિન્દુ ધર્મ સાથે મિક્સ થતી પશ્ચિમી સંસ્કૃતિએ તેમને પરેશાન કર્યા હતા. બદલતા જતા સમાજના કારણે તેમણે સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો.
- ગોરખપુરના ગોરખનાથ મઠના મહંત અને તેમના પિતા અવૈદ્યનાથ 19 વર્ષની ઉંમરમાં તેમને ગોરખપુર લઇને આવ્યા હતા.
- ગ્રેજ્યુએશન પછી 15 ફેબ્રુઆરી 1994ના રોજ તેમણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી જ તેમનું નામ બદલીને યોગી આદિત્યનાથ રાખવામાં આવ્યું. આ વાતનો ઉલ્લેખ તેમની ઑફિશિયલ વેબસાઇટ ‘yogiadityanath.in’ પર કરવામાં આવ્યો છે.
- યોગી પિતા અવૈદ્યનાથના કહેવા પર જ પોલિટિક્સમાં આવ્યા. 1998માં માત્ર 26 વર્ષની ઉંમરમાં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા.
- ચૂંટણી લડતા પહેલા તેઓ હિન્દુત્વને લઇને ઘણા અભિયાનો ચલાવીને પોપ્યુલર થઇ ચૂક્યા હતા. આ જ કારણ હતું કે તેઓ પહેલી જ વારમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે સપાના જમુનાપ્રસાદ નિષાદને 26,206 મતોથી હરાવ્યા હતા. ત્યારથી લઇને આજ સુધી તેમની જીતનો સિલસિલો ચાલુ છે. 1998 પછી યોગીએ 1999, 2004, 2009 અને 2014માં લોકસભા ચૂંટણી જીતી છે.
- યોગી 12 સપ્ટેમ્બર, 2014ના રોજ પિતા મહંત અવૈદ્યનાથના અવસાન પછી ગોરખપુરના ગુરુ ગોરક્ષનાથ મંદિરના મહંત બન્યા. 2 દિવસ પછી તેમને નાથ સેક્ટના પારંપરિક અનુષ્ઠાન મુજબ મંદિરના પીઠાધીશ્વર બનાવવામાં આવ્યા.
 
આ છે યોગીની દિનચર્યા
 
- સવારે 3 વાગે ઉઠી જાય છે.
- 3 વાગ્યાથી એક કલાક યોગા કરે છે.
- 1 કલાક યોગા પછી ગાયોને ચારો ખવડાવે છે.
- સ્નાન પછી લગભગ 2 કલાક પૂજા-પાઠ કરે છે.
- ત્યારબાદ યોગી ગોરક્ષનાથ મંદિરના અન્ય કાર્યો જુએ છે.
- રાતે ગમે તેટલા મોડા આવે, સવારે 3 વાગે જ ઉઠે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ યુપીના નવા સીએમ બનેલા આદિત્યનાથના અલગ-અલગ અંદાજમાં ફોટાઓ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો