ટીમના સિનિયર સભ્યોના અનુભવોથી શીખોને વધો આગળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મિતા ૩૨ વર્ષની વયે દવા કંપનીની મેનેજમેન્ટ ટીમનો ભાગ છે. તે કંપનીના માર્કેટિંગ ફંકશન લીડર છે. તેને અન્ય ફંકશનના લીડર્સ અને મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે વાત કરવી પડે છે. સ્મિતા સાથે કામ કરનારા મોટા ભાગના લોકોની વય અને અનુભવ વધુ છે પરંતુ તેઓ બધાએ સ્મિતાને રિપોટિઁગ કરવાનું હોય છે. સ્મિતાને આ પરિસ્થિતિમાં લોકો સાથે વાત કરવામાં અને યોગ્ય રીતે મેનેજ કરવામાં તકલીફ પડી રહી હતી. સ્મિતાએ આ બાબતના સંદર્ભમાં મેનેજિંગ ડિરેક્ટર અનીશ અને હ્યુમન રિસોર્સિસ ડિરેક્ટર અંબિકા પાસેથી સલાહ લીધી હતી. આ બન્ને સાથે વાત કર્યા પછી સ્મિતાને સિનિયર્સને યોગ્ય રીતે મેનેજ કરવા અને તેમની સાથે કામ કરવાના ઘણા આઇડિયા મળ્યા. શરૂઆતમાં બન્નેએ સ્મિતાને ટીમના દરેક સભ્ય સાથે બોન્ડ બનાવવાની સલાહ આપી હતી. તેનાથી ટીમ તેમને વધુ સારી રીતે સમજી શકશે. મોટાભાગના લોકો યુવાઓને નિર્ણય લેવામાં અક્ષમ અને તેમને ડરની જેમ સમજે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારો બોસ વયમાં નાનો હોય તો. બીજો આઇડિયા અનીશે આપ્યો. અનીશ વય અને અનુભવ બન્નેમાં સ્મિતાથી આગળ છે. અનીશે સ્મિતાને પોતાનાથી વયમાં મોટા લોકોને માન આપવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, સ્મિતાને ફીડબેક સેશનમાં એવા લોકો સાથે પ્રેમથી વાત કરવી જોઇએ. જ્યારે અંબિકાએ જણાવ્યું કે, આ બધા લોકોની પોતાની અંગત જરૂરિયાતો હશે, જેમ કે પરિવાર સાથે સમય પસાર કરવો, વીકએન્ડમાં કામથી દૂર રહેવું, ઓફિસ પછી સંપૂર્ણ પ્રાઇવેસી વગેરે.દેશના વર્કફોર્સમાં યુવા ઝડપથી વધી રહ્યા છે પરંતુ હજી પણ મેજર વર્કફોર્સ ૪૫-૬૦ વર્ષના લોકોનું છે. અનીશ અને અંબિકાએ સ્મિતાને ઘણા બધા આઇડિયા આપ્યા. છેલ્લા ત્રણ મહિનાથી સ્મિતા આ આઇડિયાઝને ફોલો કરી રહી છે. તેને શ્રેષ્ઠ રિઝલ્ટ પણ મળી રહ્યા છે. તેનાથી વયમાં મોટા લોકો તેને સાથ આપવાની સાથે પોતાના અનુભવો દ્વારા તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. - વિક્રમ છાછી, એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડીએચઆર ઇન્ટરનેશનલ, મુંબઇ. vikram.c@dainikbhaskar group.com