તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે મહિના પહેલાં અહીં ટ્રેનથી પીવાનું પાણી પહોંચાડાતું, હવે 5 વર્ષ અછત નહીં રહે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાતુર: થોડા મહિના પહેલાં ભયંકર દુષ્કાળને કારણે મહારાષ્ટ્રના લાતુર આખા દેશમાં જાણીતું હતું. અહીં લગભગ 2 મહિના સુધી ટ્રેનથી પાણી પહોંચાડવું પડ્યું હતું. આ મોનસૂનમાં અા ક્ષેત્રમાં પૂરતો વરસાદ થયો હોવાથી માંજરા નદી પર બનેલો ડેમ જેને અહીંની લાઇફ લાઇન કહેવાય છે, છ વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. આ ડેમમાં નવ હજાર મિલિયન ક્યુબિક મીટર પાણી સ્ટોર કરવાની ક્ષમતા છે. એટલું જ નહીં, એક અન્ય ડેમ લોઅર તરના પણ છલકી રહ્યો છે. 8 અન્ય ડેમ પણ લગભગ ભરાઈ ગયા છે. કહેવાય છે કે જિલ્લામાં પાંચ વર્ષ સુધી પાણીની તકલીફ નહીં રહે.
અન્ય સમાચારો પણ છે...