વ્રજ સિવાય અહીંયા પણ રમાય છે લઠ્ઠમાર હોળી, શણગાર સજીને નીકળી ગોપીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામા (ભરતપુર). મથુરા-વૃંદાવનની લઠ્ઠમાર હોળી વિશ્વમાં પ્રસિદ્ધ છે પરંતુ રાજસ્થાનમાં એક જગ્યાએ સદીઓથી આ પરંપરા નીભાવવામાં આવી રહી છે. રાજસ્થાનના ભરતપુરમાં આવેલું કામા પણ વ્રજમંડળમાં આવે છે. તેથી અહીંયા પણ લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. જે લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા જાય છે તેનો એક ભાગ અહીંયા છે. રાજસ્થાનમાં વ્રજનો આ સૌથી મોટો ભાગ છે. અહીંયા પણ વ્રજની જેમ જ હોળી રમવામાં આવે છે.
 
જાણો અહીંયાની હોળી અંગે
 
-ભરતપુરના કામામાં ધામધૂમથી વ્રજ હોળી મહોત્સવનું આયોજન થયું. અહીંયા શોભાયાત્રા કાઢીને લઠ્ઠમાર હોળી રમવામાં આવી.
- શોભાયાત્રાની શરૂઆત લાલ દરવાજા પર ગણેશ પૂજન સાથે થઈ. જે બાદ મદન મોહનજી મંદિરમાં ગુલાલ હોળી, શ્રી રાધા વલ્લભ મંદિરમાં દૂધ-દહીં હોળી, ફૂલફાગનું આયોજન થયું.
- સાંજે શોભાયાત્રા શ્રી ગોપીનાથજી મંદિરથી નીકળીને ગોકુલ ચંદ્રમાજી મંદિર પહોંચીને સંપન્ન થઈ.
- જે બાદ રાધા વલ્લભ મંદિરમાં લઠ્ઠમાર હોળીનું આયોજન થયું. જેમાં મહિલાઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને આવી. પુરુષોએ પોતાના માથાને લાઠીના વારથી બચાવવા ઢાલ રાખી હતી. મહિલાઓ તેમના પર લાઠી વરસાવી રહી હતી.
- રામલીલા મેદાનમાં મહારાસ અને કૃષ્ણ લીલા સાથે કાર્યક્રમ પૂરો થયો.
 
શું છે લઠ્ઠમાર હોળી
 
-લઠ્ઠમાર હોળી વ્રજનો પ્રસિદ્ધ તહેવાર છે. સમગ્ર વ્રજ મંડળ રંગમાં ડૂબીજાય છે. અહીંયા સૌથી વધારે જાણીતી બરસાનાની લઠ્ઠમાર હોળી છે.
- બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. મથુરા પાસે બરસાનામાં હોળીના કેટલાક દિવસો પહેલાં જ શરૂ થઈ જાય છે.
- આ દિવસોમાં લાઠી મહિલાઓના હાથમાં હોય છે અને નંદગાંવમા પુરુષો રાધાજીના મંદિર પર ઝંડો ફરકાવવાની કોશિશ કરે છે. તેમણે મહિલાઓની લાઠીથી બચવાનું હોય છે.
 
ફોટોઃ સુરેન્દ્ર કુશવાહ