પૂરે જમ્મૂને સ્વર્ગમાંથી બનાવ્યું નર્ક, પૂરથી બધે ડર અને દુ:ખનું વાતાવરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પૂરના કારણે તૂટી પડ્યો પૂલ)

શ્રીનગર: જમ્મૂ-કશ્મીરમાં સાત દિવસથી સતત પૂરની પરિસ્થિતિ જ છે, જેમાં જરા પણ રાહત મળતી હોય તેવું જણાતું નથી.

રવિવારે જેલમ નદીનું પાણી શ્રીનગરમાં ઘૂસી ગયું હતું. પૂરના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઇ હતી. શ્રીનગરમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતો સચિવાલય વિસ્તાર પણ તેમાંથી બાકાત રહ્યો નહોતો. પૂરનું પાણી સચિવાલય સુધી પહોંચી ગયું હતું. હજુ પણ પૂરના કારણે પાણીમાં ૩પ૦ જેટલાં ગામો ડૂબેલાં છે અને આશરે ૨૩૦ લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે.

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂર પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ જાણવા પહોંચ્યા હતા. તેમણે જમ્મૂ-કશ્મીરના પૂરને એક રાષ્ટ્રિય આફત ગણાવી. મોદીએ રાજ્ય માટે 1000 કરોડની વધારાની મદદની જાહેરાત કરી છે. આ પહેલા જ કેન્દ્ર દ્વારા 1100 કરોડ સહાય આપવાની જાહેરાત તો થઈ જ ચૂકી છે. વિસ્તાફિતોને 10 લાખ ધાબળા, 5000 તંબુ અને 50 ટન મિલ્ક પાવડર વહેંચવાનું કામ પણ બહુ જલદી શરૂ થઈ જશે.
વધુ તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો...