તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Latest News For Depriving Wife Of Sex Is Cruelty, Mumbai Court Rules

પત્નીને સેક્સથી વંચિત રાખવી ક્રુરતા : કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'પત્નીને શારિરીક સુખથી વંચિત રાખવી અને તેની પર શંકા કરવી એ ક્રુરતાની હદ પાર કરવા સમાન છે' મુંબઇની એક સ્થાનિક અદાલતે આ વાત કહેતાં 27 વરસની એક મહિલાને તેના પતિથી છુટાછેડાની મંજૂરી આપી દીધી છે. એ મહિલાએ પોતાના પતિ અને સાસરિયાંઓથી તંગ આવીને કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. આ ચુકાદાને મહત્વપુર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

અદાલતે મહિલાના પતિને આદેશ આપ્યો હતો કે તે મહિલાને રૂપિયા 3 લાખ ગુજારા પેટે ચુકવે. અદાલતે પોતાના ફેંસલામાં જણાવ્યું હતું કે પતિ કે પત્ની વગર કારણે પોતાના સાથીને શારિરીક સુખથી વંચિત રાખી શકે નહીં.

લગ્ન માટે જે મૂળભૂત આધાર હોય છે એમાં શારિરીક સુખ પણ એક મહત્વનું અંગ છે. મહિલાએ અદાલતને જણાવ્યું હતું કે તેણે બે વરસનાં પ્રેમ સંબંધ બાદ લગ્ન કર્યા હતાં, પણ સુહાગ રાતથી જ તેના જીવનમાં અંધકાર છવાઇ ગયો હતો.

આગળ વાંચો, સુહાગ રાતે જ રૂમમાં ઘુસી ગયાં સંબંધીઓ, ક્લિક કરો આગળની સ્લાઇડ