LIVE: યાકુબ મેમણને આજે ફાસી, સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણીમાં ક્યારે શું થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ અંતે યાકુબ મેમણને નાગપુર જેલમાં ફાંસી આપી દેવામાં આવી છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં રાત્રે ત્રણ વાગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાર સિનિયર વકીલો યાકુબની ફાંસી અટકાવવા કોર્ટ પહોંચ્યા હતા, તો 3 જજની બેંચે સુનાવણી હાથ ધરી હતી. યાકુબ મેમણને 30 જુલાઇ અર્થાત ગુરુવારે સવારે 7 વાગે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. રાતે અઢી વાગ્યાના સુમારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી શરૂ કરી હતી. એટર્ની જનરલ મુકુલ રોહતગી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. શાંતિ ભૂષણ, યુગ ચૌધરી, આનંદ ગ્રોવર અને નિત્યા રામકૃષ્ણને બચાવ પક્ષે દલીલ કરી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટને ત્રણ વાગે ખોલવામાં આવી. સુનાવણી પછી ત્રણ સભ્યોની બેંચે ફાંસીની સજા યથાવત રાખી હતી. જ્યારે નાગપુર જેલમાં તેને ફાંસી લટકાવવાની તમામ તૈયારી હતી.
12 કલાક 6 નિર્ણય
12 કલાકમાં યાકુબની 6 અરજી પર સુનાવણી થઈ. ત્રણ સુપ્રીમકોર્ટમાં, એક રાષ્ટ્રપતિ અને એક મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે. રાત્રે ફરી સુપ્રીમ કોર્ટમાં. તમામનો નિર્ણય આવ્યો.
સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણીમાં ક્યારે શું થયું
6.30 am: યાકુબને ફાંસી આપી દેવામાં આવી
6.00 am: યાકુબને નવા કપડાં આપવામાં આવ્યા, યાકુબે નમાજ અદા કરી
5 am: સુપ્રીમ કોર્ટે વકીલોની દલીલો ફગાવી અને ફાંસીનો નિર્ણય યથાવત રાખ્યો
4.45am: પુનર્વિચાર અરજી પર માત્ર અડધો કલાક ચર્ચા થવી જોઇએ જ્યારે યાકુબની અરજી પર 10 દિવસ ચર્ચા થતી રહી છે, યાકુબને પોતાની વાત રજુ કરવાની પૂરી તક મળી છે
4.35am: જસ્ટીસ મિશ્રાઃ યાકુબ મેમણના પરિવારને 13 જુલાઇએ જણાવી દેવામાં આવ્યું હતું, અરજીમાં નવું કઇ નથી, ગઇ કાલની ખારીજ અરજીમાં જે વાત કહેવામાં આવી હતી એ જ આ અરજીમાં છે
4.25am: અરજી પર સુનાવણી પુરી. જજોએ નિર્ણય લખવાનો શરૂ કર્યો, નાગપુરમાં ફાંસી આપવાની તૈયારીઓ શરૂ, તમામ કર્મચારીઓના મોબાઇલ ફોન લઇ લેવામાં આવ્યા
4 am: એટર્ની જનરલ અરજીના વિરોધમાં, એટર્ની જનરલ યાકુબની મરજીથી કરાઇ હતી પહેલી દયા અરજી, એટર્ની જનરલે કહ્યું કે, ડેથ વોરન્ટ 30 એપ્રિલે આપવામાં આવ્યો હતો અને 13 જુલાઇએ રજૂ કરવામાં આવ્યો હતો, સમય હોવા છતાં ત્યારે અરજી કેમ કરવામાં ન આવી, આવું જ રહ્યું તો કોઇને ફાંસી નહીં આપી શકાયઃ એટર્જી જનરલ
3.32am: યાકુબની અરજી પર સુનાવણી શરૂ, યાકુબના વકીલો દ્વારા દલીલો રજૂ કરાઇ, રાષ્ટ્રપતિએ અરજી ફગાવ્યાની કોપી આપવામાં આવી નથી
2.45am: ત્રણ સભ્યોની ટીમ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે, સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કોર્ટ નંબર ત્રણમાં શરૂ કરાશે, એટર્ની જનર્લ કોર્ટ પહોંચ્યા

બુધવારનો ઘટનાક્રમ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...