• Gujarati News
  • Mukesh Ambani's Home In Mumbai Antilia In Controversy, Land Sold Illegally By Board

અંબાણીના 'એન્ટિલીયા' માટે જમીનનો સોદો ગેરકાયદેસર, સરકાર લેશે પગલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: દુનિયાના સૌથી ધનાઢ્યમાં સામેલ બિઝનેસમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આલિશાન ઘર એન્ટીલિયા ફરી એક વાર વિવાદોમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભા વક્ફ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલો એક્શન ટેકમ રિપોર્ટમાં કહેવાયું છે કે વક્ફ બોર્ડે અંબાણીને ઘર બનાવવા માટે જમીન વેચવા માટે ખોટા રસ્તાઓ અપનાવ્યા હતા.
રિપોર્ટ સ્વીકાર કર્યા બાદ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકાર રિપોર્ટના આધારે એક્શન લેશે. તેમણે કહ્યું કે કોઈને પણ રાહત આપવામાં નહીં આવે. અંબાણીના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા મકાનોમાં થાય છે. રિલાયન્સના પ્રવક્તાએ આ અંગે કહ્યું છે કે રિપોર્ટ જોયા બા તેઓ ટિપ્પણી કરશે.
ગેરકાયદેસર રીતે થઈ ડીલ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંબાણી સાથે કરવામાં આવેલી ડીલ ખોટી છે કેમકે વક્ફ બોર્ડના સભ્યોની 2/3 બહુમત જરૂરી હતો. પણ ડીલ કરવા માટે વક્ફ બોર્ડની બેઠક પણ બોલાવવામાં નહોતી આવી. રિપોર્ટમાં ચેરિટી કમિશ્નરના નિર્ણયને પણ એમ કહી નકારી દેવામાં આવ્યો કે તેઓ વક્ફ બોર્ડના મામલામાં સુનાવણી માટે સક્ષમ અધિકારી નથી. રિપોર્ટ
અનુસાર ડીલનું કોઈ મહત્વ નથી.
આ સવાલો ઉઠ્યા
રિપોર્ટ અનુસાર વક્ફ બોર્ડની પ્રોપર્ટીને અંગત ઉપયોગ માટે ન વેચી શકાય કેમકે તે ટ્રસ્ટની સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ મામલો લાંબા સમયથી કોર્ટમાં ચાલે છે. આ મામલે કરીમભાઈ ટ્રસ્ટ અને વક્ફ બોર્ડે સાથે મળીને સમજૂતી કરવા જોઈએ. વિધાનસભામાં રજૂ કરાયેલી એટીઆરમાં કહેવાયું છે કે કરીમભાઈ ઈબ્રાહિમે 1986માં આ જમીન ધાર્મિક શિક્ષા અને અનાથાશ્રમ માટે વક્ફ બોર્ડને આપી હતી. પણ બોર્ડે તેને અંબાણીને વેચી દીધી.
આમ થયો હતો સોદો

મુકેશ અંબાણીએ એન્ટિલીયા બનાવવા માટે વર્ષ 2002માં 4,532.39 સ્કેવ્ર મીટર વાળો પ્લોટ 21.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ડીલ શરૂઆત થીજડ વિવાદોમાં રહી છે. કેમકે જે જમીનને વેચવામાં આવી તે બોર્ડની હતી. વિવાદ વધતા રિટાયર્ડ જજ એટીએકે શેખને તપાસની જવાબદારી આપવામાં આવી. અને તેમને કહેવાયું કે તે પોતાનો રિપોર્ટ સરકારને સોંપે. ઓગસ્ટ 2002માં ચેરિટી કમિશ્નરે આ ડીલને યોગ્ય ગણાવી નવેમ્બર 2002માં જમીન અંબાણીને ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા.
હાઈકોર્ટમાં ચાલે છે કેસ

ડીલ થયા બાદ કોંગ્રેસ નેતા અનીસ અહમદે વક્ફ બોર્ડને જમીન વેચવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો. આનીસે કહ્યું કે વક્ફ બોર્ડમાં નવ સભ્યો હતા જેમાંથી પાંચ સભ્યોએ ડીલને લીલી ઝંડી બતાવી હતી. જ્યારે તેના માટે 2/3 બહુમત જરૂરી છે. જજ શેખે પણ તેમના રીપોર્ટમાં કહ્યું કે અંબાણી સાથે થયેલા આ ડીલમાં 1995ની ધારા 32(2)નું ઉલ્લંગન થયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બોર્ડના તત્કાલીન અધ્યક્ષ એમએ અઝીઝ ઉપરાંત હારૂન સોલ્કાર અને એમવાય પટેલે પણ ડીલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને તેઓ આ મામલા માટે જવાબદાર છે. હાલ આ કેસ મુંબઈ હાઈકોર્ટમાં ચાલે છે.
આગળની સ્લાઈડમાં જુઓ શું-શું છે આલિશાન એન્ટીલિયામાં