• Gujarati News
  • Mulayam’s Grand Son And Lalu’s Daughter Will Marry In The Month Of February 2015

મુલાયમના પૌત્ર સાથે લાલૂની દીકરીના થશે લગ્ન, આજે નક્કી થશે સગાઈની તારીખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ લાલુ પ્રસાદ યાદવ તથા મુલાયમસિંહ યાદવ)
લખનૌ. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને રાજદ નેતા લાલુ યાદવની દોસ્તી હવે સંબંધમાં બદલાવવાની છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લાલુની દીકરી રાજલક્ષ્મીના લગ્ન મુલાયમના પૌત્ર તેજપ્રતાપ યાદવ સાથે નક્કી કરવામાં આવ્યા છે. તેજપ્રતાપ મૈનપુરીથી હમણાં જ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યો છે. આ પહેલા મુલાયમસિંહ યાદવ અહીંથી સાંસદ હતા.
જો કે, લગ્ન વિશે સમાજવાદી પાર્ટીનું કોઈપણ ખૂલીને બોલવાથી બચી રહ્યા છે પરંતુ સૂત્રો મુજબ સોમવારે દિલ્હીમાં લાલુ અને મુલાયમની ઉપસ્થિતિમાં બંને પરિવારના સભ્યો મળશે. આ મુલાકાત દરમિયાન જ તેજપ્રતાપ અને રાજલક્ષ્મીની સગાઈની તારીખ નક્કી થશે. સગાઈ ડિસેમ્બરની મધ્યમાં જ્યારે લગ્ન ફેબ્રુઆરીમાં થઈ શકે છે.
જો મુલાયમ અને લાલુ સાથે મળે છે તો ૧૯૯૦ના દશકમાં તેમની વચ્ચે ઊભી થયેલી તિરાડને પૂરવાની કોશિશ હશે. મુલાયમ સાર્વજનિક રીતે આ વાત પર દુઃખ જાહેર કરી ચૂક્યા છે કે લાલુએ ૧૯૯૭માં સંયુક્ત મોર્ચાની સરકારમાં પ્રધાનમંત્રીના ઉમેદવાર તેમના નામ પર રોઢા ઊભા કર્યા હતા. જો કે, હવે હાલાત ઘણા બદલાઈ ચૂક્યા છે. બંનેના આ સંબંધના કારણે જનતા દળ પરિવારને એકસંપ થવાની સંભાવનાઓને બળ મળશે.
આગળની સ્લાઈડમાં જાણો મુલાયમના પૌત્ર તેજપ્રતાપ વિશે..