નરેન્દ્ર મોદી તો NRI બની ગયા છેઃ લાલુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃરાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર હુમલો કરતા જણાવ્યું હતુ કે પીએમ તો NRI બની ગયા છે. તેમણે કાળા ધનની સાથે સાથે સ્વચ્છતા અભિયાન બાબતે મોદી પર નિશાન સાધ્યું હતું.
પીએમની ઓસ્ટ્રેલીયા મુલાકાત પર ટિપ્પણી કરતા આરજેડીના વડાએ કહ્યું હતું કે તેઓ NRI બની ગયા છે. તેમનો ઇશારો પીએમ દ્વારા સતત કરવામાં આવી રહેલી વિદેશ મુલાકાત તરફ હતો. ત્યાર બાદ તેમણે કહ્યું કે દેશની સાથે ધોખો થયો છે. વિદેશોમાં પીએમના જબરદસ્ત સ્વાગત પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, 'ક્યાંય તેમના નામનો ડંકો વાગી રહ્યા નથી, બસ મિડીયાને ખરીદી લીધુ છે.'
કાળ ધનના મુદ્દે સવાલ ઉઠાવતા લાલુએ કહ્યું કે ચૂંટણી પહેલા જે કાળા ધનને પાછુ લાવવાની વાત થઇ હતી તેનું શું થયું? તેમણે કહ્યું કે જનતા સાથે છેતરપીંડી થઇ છે. વડાપ્રધાન તો ફક્ત કંઝ્યુમર માર્કેટ બનાવવામાં વ્યસ્ત છે. કાળા ધનનું શું થયું? તે બાબતે મોદીએ જવાબ આપવો જોઇએ.'

લાલુએ વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સફાઇ અભિયાનને પણ દેખાડો હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન ફક્ત મિડીયામાં દેખાડવા માટે સફાઇ કરે છે. લાલુએ કહ્યું કે, 'મોદીએ ખોટુ ખોટુ ઝાડુ માર્યુ, અને તે પણ ફક્ત ફોટા માટે.'