મહિલા તરીકે પોલીસમાં થઈ હતી ભરતી, બોડિમાં ન મળ્યું એક પણ ફિમેલ ઓર્ગન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં તહેનાત કોન્સ્ટેબલ લલિતા સાલ્વીને સેક્સ ચેન્જ કરાવીને છોકરો બનવુ છે. બે વાર તેની અરજી નકારી દીધા પછી ફરી સીએમ દેવેન્દ્ર ફડણવીસના આદેશથી પોલીસ ડિપાર્ટમેન્ટ તેમની અરજી પર ફેર વિચાર કરી રહ્યા છે. તે દરમિયાન મુંબઈના જે.જે હોસ્પિટલની તપાસમાં આવ્યું છે કે, લલિતાની બોડિમાં કોઈ ફિમેલ ઓર્ગન છે જ નહીં. તેથી હવે લલિતાના સેક્સ ચેન્જ ઓપરેશનમાં પ્રોબ્લેમ આવી રહી છે.


લલિતાની તપાસમાં સામે આવ્યું આ સત્ય


- લલિતાની તપાસ કરી રહેલા જે.જે હોસ્પિટલના ડોક્ટર્સના પેનલ પ્રમાણે તેના શરીરમાં એક પણ ફિમેલ ઓર્ગન નથી. 1995માં જ્યારે તે 7 વર્ષની હતી, ત્યારે થયેલી એત ,ર્જરીમાં ડોક્ટરે ટ્યૂમર સમજીને તેના ડાબા અંડકોષ કાઢી લીધા હતા.
- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, સાલ્વી જ્યારે બાળકી હતી ત્યારે જ તેની સર્જરી કરી લેવાની જરૂર હતી. હવે તેના સેક્સ ચેન્જ ઓપેરેશનમાં મુશ્કેલી આવી શકે છે. સેલ્વીને આઈડેંટિટિ ડિસઓર્ડરની ફરિયાદ કહી શકાય.
- જેજે હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડિપાર્ટમેવ્ટના ડૉ. અશોક આનંદના જણાવ્યા પ્રમાણે, સેક્સ ચેન્જ ઓપરેશન પહેલા કોઈ મહિલા કે પુરુષની તપાસ કરવાની હોય છે. તેમાં સોનોગ્રાફી, લોહી અને કિડની ઈન્ફેક્શનનો પણ સમાવેશ થાય છે.
- લલિતાના બોડિમાં યૂટ્રસ, ફૈલોપિયન ટ્યૂબ, અને બ્રેસ્ટ પણ મળ્યા નથી. અલ્ટ્રાસાઉન્ડમાં ડાબા અંડકોષ અને એક અવિકસિત લિંગની માહિતી મળી છે. 

 

હોમ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો તપાસ રિપોર્ટ


- લલિતાની તપાસ માટે 6 ડોક્ટર્સની ટીમ બનાવવામાં આવી છે. તેમાં મનોચિકિત્સક, કિડની રોગ નિષ્ણાત, ગાયનેકોલોજિસ્ટ સહિત ઘણાં ડોક્ટર્સ સામેલ છે. સોમવારે અમુક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે હજુ અમુક ટેસ્ટ બાકી છે.
- જેજે હોસ્પિટલે તેમનો રિપોર્ટ હોમ ડિપાર્ટમેન્ટને સોંપી દીધો છે. હવે છેલ્લી મંજૂરી પોલીસ ડિપાર્ટમેન્ટે આપવાની છે. તેમની મંજૂરી પછી લલિતાનું ઓપરેશન કરવામાં આવશે.

 

સીએમએ આપ્યું મદદનું આશ્વાસન


- આ મામલે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ડીજીપી માથુરને આદેશ આપ્યો છે કે, તેઓ લલિતાની અરજી મંજુર કરી લે. તેમણે કહ્યું છે કે, મે ડીજીપીને કહ્યું છે કે, કોન્સ્ટેબલની રિક્વેસ્ટ માની લેવામાં આવી. તેમાં અમુક ટેક્નીકલ અને લીગલ ઈશ્યૂઝ છે. પરંતુ મને આશા છે કે, તેને સોલ્વ કરી લેવામાં આવશે અને સાલ્વીની ઈચ્છા ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે.

 

આગળની સ્લાઈડમાં વાંચો લલિતા સાથેની સમગ્ર ઘટના 

અન્ય સમાચારો પણ છે...