તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડવાણીની આત્મકથાની 500 નકલો પસ્તીમાં, પંચાયત પ્રતિનિધિઓને વાંચવાનો સમય નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાસમુંદ: છત્તીસગઢના મહાસમુંદમાં કલેક્ટોરેટ પરિસરમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની આત્મકથા ‘મેરા દેશ મેરા જીવન’ પસ્તીમાં પડી છે. તે પણ એક-બે નહીં, પૂરી 500 નકલો. આ નકલો પંચાયત પ્રતિનિધિઓને મોકલાવવાની હતી પરંતુ તંત્ર દ્વારા જ નકામી ગણાવીને પસ્તીમાં ફેંકી દેવાઇ હતી.
પંચાયત અને સમાજ કલ્યાણ વિભાગ, મહાસમુંદના ઉપસંચાલક સંજય પાંડેયે જણાવ્યું કે 794 પાનાંની અડવાણીની આત્મકથા ‘મેરા દેશ મેરા જીવન’ની 500થી વધુ નકલો પંચાયત અને સમાજ કલ્યાણ વિભાગે 2008માં ખરીદી હતી. આ પુસ્તકો મૂકવા માટે જગા નહોતી અને તેમાં ઉધઇ લાગી ગઇ હતી, જેથી પુસ્તકો નકામા થઇ ગયા હોવાના કારણે પસ્તીમાં ફેંકી દેવાયા છે. અધિકારીઓના કહેવા મુજબ હજુ સુધી અહીં કોઇએ અડવાણીની આત્મકથા વાંચી જ નથી, કેમ કે કોઇને બંડલ ખોલવાનો પણ સમય મળ્યો નથી. વરસાદમાં સડતા 500થી વધુ પુસ્તકો વિભાગે હજુ પણ પરત લીધા નથી. જેથી તે પુસ્તકો ખરાબ થઈ ગયા છે.
પુસ્તકમાં અડવાણીના સંઘર્ષની કહાણી

‘મેરા દેશ મેરા જીવન’માં અડવાણીએ કટોકટી વખતે લોકશાહી માટે કરેલા સંઘર્ષ, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે યોજેલી રામ રથયાત્રાનું વર્ણન છે. 1998થી 2004 દરમિયાન એનડીએ સરકારમાં તેમણે ગૃહપ્રધાન તરીકે અને બાદમાં નાયબ વડાપ્રધાન તરીકે બજાવેલી કામગીરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...